Get The App

વિશ્વમાં 1980 માં 64000 અણુ શસ્ત્રો હતા, હાલમાં 12241, છતાં અણું ખતરો બમણો

9614 અણુ શસ્ત્રો સૈન્ય ઉપયોગ માટે અથવા તો મિસાઇલ પર લગાવેલા છે

હાલની શસ્ત્ર હોડ શિતયુઘ્ધના સમય કરતા પણ ખતરનાક છે - સીપરી

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
વિશ્વમાં 1980 માં 64000 અણુ શસ્ત્રો હતા, હાલમાં 12241, છતાં અણું ખતરો બમણો 1 - image


સ્ટોકહોમ,18 જૂન,2025,બુધવાર 

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(સીપરી)ના જણાવ્યા અનુસાર વિશ્વમાં પરમાણુ હથિયારોની ખતરનાક હોડ શરુ થઇ છે. આમાં એઆઇ અને સ્પેસ ટેકનોલોજીએ પરમાણુ ટેકનોલોજીમાં પરિવર્તન લાવી દીધું છે. દુનિયાના પરમાણુ સંમ્પન 9 દેશોએ 2024થી પરમાણુ કાર્યક્રમનું નવીનિકરણ કરવાની શરુઆત કરી દીધી છે.

અપડેશન ઉપરાંત નવા પરમાણુ શસ્ત્રો પણ જોડી રહયા છે. હથિયારો અને નિશસ્ત્રીકરણ પર વૉચ રાખતા આંતરરાષ્ટ્રીય સંગઠન સીપરીની માહિતી મુજબ 1980માં દુનિયા ભરમાં પરમાણુ શસ્ત્રોની સંખ્યા 64000 જેટલી હતી જેમાં ઘટાડો થયો છે અને હવે 12241 થયો છે. હજુ પણ આમાં સતત ઘટાડો ચાલુ રહેવાનો હતો પરંતુ તે હવે અટકી ગયો છે. ભવિષ્યમાં ફરી વધારો થતો રહે તેવો ભય રહેલો છે. 

સિપરીના નિર્દેશક ડેન સ્મિથના જણાવ્યા અનુસાર પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઘટવી બંધ થઇ જવી એ મોટી સમસ્યા છે. 1991માં સોવિયત સંઘના વિઘટન પછી શીત યુધ્ધ ખતમ થયા પછી દુનિયમાં જુના પુરાણા પરમાણુ શસ્ત્રોનો નાશ કરવામાં આવે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળના છેલ્લા સમયમાં પરમાણુ શસ્ત્રોનું આધુનિકિરણ કરવાની પ્રક્રિયા તેજ બની હતી.

વિશ્વમાં 1980 માં 64000 અણુ શસ્ત્રો હતા, હાલમાં 12241, છતાં અણું ખતરો બમણો 2 - image

મિસાઇસ,રોકેટ અને યુધ્ધ જહાજ પાછળ ભારે ખર્ચ થઇ રહયો છે. શિતયુધ્ધના સમયમાં શસ્ત્રોની જે હોડ હતી તેના કરતા પણ હાલમાં વધુ ખતરનાક છે. એઆઇ, સાયબર ટેકનિક અને અંતરિક્ષ ટેકનિકના લીધે ઝડપ વધી છે. હવેના સમયમાં પરમાણુ શસ્ત્રોની દોડમાં માત્ર મિસાઇલો અને સબમરીનની જ વાત નથી હવે સાઇબર સ્પેસ પણ સામેલ છે. આથી હાર્ડવેર જ નહી સોફટવેર વૉરનો પણ રોલ મહત્વનો બનશે. 

3912પરમાણુ હથિયાર મિસાઇલો અને લડાકુ વિમાનો સાથે ગોઠવેલા છે 

સિપરીના અહેવાલ અનુસાર જાન્યુઆરી 2025 સુધીમાં દુનિયા ભરમાં અંદાજે 12241 પરમાણુ શસ્ત્રો છે જેમાં અંદાજે 9614 શસ્ત્રો સૈન્ય ઉપયોગ માટે તૈનાત હતા અથવા તો મિસાઇલ પર લગાવેલા છે અથવા તો સૈન્ય સ્થળો છે. અણુ શસ્ત્રો ગોદામમાં પડયા છે તેમાંથી લગભગ 3912 પરમાણુ હથિયાર મિસાઇલો અને લડાકુ વિમાનો સાથે ગોઠવેલા હતા.જેમાંથી પણ 2100 શસ્ત્રો હાઇ એલર્ટની સ્થિતિમાં હતા જેનો તરત જ ઉપયોગ માટે તૈયાર હતા. સિપરીના અનુમાન અનુસાર મોટા ભાગના પરમાણુ હથિયારો અમેરિકા અને રશિયા પર છે. ચીન પણ કેટલાક પરમાણુ હથિયારો મિસાઇલો પર ઇન્સ્ટોલ કરી શકે છે. 

Tags :