Get The App

ઇમરાન પર પાક. છોડવાનું શાહબાઝનું દબાણ હોવાનો આરોપ

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
ઇમરાન પર પાક. છોડવાનું શાહબાઝનું દબાણ હોવાનો આરોપ 1 - image

- અદિયાલ જેલમા ઇમરાન ખાનની હત્યાની અટકળો વચ્ચે

- ખાનની બહેનો સહિત પક્ષના સેંકડો કાર્યકરો અદિયાલ જેલ બહાર ધરણા  પર

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન ને લઇને તેમની પાર્ટી આંદોલન ચલાવી રહી છે.પાકિસ્તાન તહરીક - એ- ઇન્સાફ જેલમાં બંધ ઇમરાનની સુરક્ષાને લઇને સવાલ ઉઠાવી રહી છે.દરમિયાન તહરીક - એ- ઇન્સાફ સાથે જોડાયેલ સેનેટર ખુર્રમ જીશાન એ મોટો દાવો કર્યો છે.ખુર્રમ જીશાને કહ્યું કે પાકિસ્તાનની સરકાર ઇમરાન ખાન સાથે સમજૂતી કરવામાં જોતરાઇ છે. પાકિસ્તાનની શાહબાઝ સરકાર ઇમરાન ખાન પર દબાવ બનાવી રહી છે કે પૂર્વ પ્રધાનમંત્રી દેશ છોડીને ચાલ્યા જાય.

પીટીઆઇના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર તરફથી ઇમરાન ખાનને છુટછાટ આપવાનું વચન આપી રહી છે.ખાનને કહેવામાં આવી રહ્યું છે કે તે વિદેશ ચાલ્યા જાય અથવા પાકિસ્તાનમાં પોતાની પસંદગીની જગ્યાએ ચૂપચાપ રહે. તેઓએ કહ્યું કે ઇમરાન ક્યારે પણ આવી ઓફરોને લઇને સંમત થાય નહિ. તેઓ જે પ્રકારનો સ્વભાવ ધરાવે છે તે મુજબ આવી વાતોને સંમતિ નહી આપે. જેથી અમારી પાસે આંદોલન સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ પ્રધાનમત્રી ઇમરાન ખાનના પુત્ર એ સરકારને પુરાવો રજૂ કરવાની માંગ કરી હતી કે પાકિસ્તાન તહરીક-એ- ઇન્સાફ (પીટીઆઇ) ના સંસ્થાપક જીવિત છે.એવી અટકળે જોર પકડયું છે કે ક્રિકેટર માંથી નેતા બનેલા ઇમરાન ખાનની જેલ મા હત્યા કરવામાં આવી છે.કેમ કે ન તો તેમના પરિવારના સભ્યા, વકીલ કે પાર્ટીના લોકોને ેછેલ્લા એક મહિનાથી મળવા દેવામાં આવતા નથી.

ઇમરાન ખાન વિવિધ કેસો હેઠળ બે વર્ષ કરતા વધુ સમયથી રાવલપીંડિની અદીયાલ જેલમાં બંધ છે.ખાનની ત્રણ બહેનો,પીટીઆઇ ના કાર્યકર્તાઓ અને ખૈબરપખ્તુનખ્વા ના મુખ્યમંત્રી સોહેલ અફરીદિ છેલ્લા કેટલાક અઠવાડિયાથી અદિયાલ જેલની બહાર જમાવડો કરીને બેઠા છે અને શહબાઝ શરિફ સરકાર પર ખાનના પરિવારના સભ્યોને ઇમરાન ખાનને મળવા માટે પરવાનગી આપવાનો દબાવ બનાવી રહ્યાં છે.