World

હંમેશાં હીજાબમાં રહેલી સાંસદ ઈલ્હાન ઓમર તેના ભાઈને પરણી

By GS TEAM
29 Nov 20252 mins read
હંમેશાં હીજાબમાં રહેલી સાંસદ ઈલ્હાન ઓમર તેના ભાઈને પરણી

- કોઈપણ ભોગે અમેરિકા આવનારાઓ પર ટ્રમ્પના પ્રહારો

- મૂળ સોમાલિયાની વતની ઈલહાન ઓમરે તો અમેરિકામાં વસવા માટે તમામ મર્યાદાઓ તોડી નાખી છે : અમેરિકાના પ્રમુખ

વોશિંગ્ટન : ઈલ્હાન-ઓમરને ખરાબમાંથી ખરાબ કોંગ્રેસની સભ્ય કહેતાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, તેણે અમેરિકામાં વસવા માટે પોતાના ભાઈ સાથે જ લગ્ન કર્યા હતા. આવા આંચકાજનક વિધાનો કરવા સાથે પ્રમુખ ટ્રમ્પે આ સોમાલી મહિલા કઈ રીતે અમેરિકાની નાગરિક બની ગઈ તેનો ઈતિહાસ તેઓએ તેઓના 'ટ્રુથ-સોશ્યલ' ઉપર જણાવ્યો હતો.

મીનેસોટા રાજ્યનાં હાઉસ ઓફ રેપ્રીઝેન્ટેટીવ્ઝની સભ્ય ઈલ્હાન-ઓમર હંમેશાં હીજાબમાં જ રહે છે. જે વાસ્તવમાં સોમાલિયાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસી છે. આ સાથે તેમણે સોમાલિયાને ભાંગી પડેલું પછાત અને અપરાધો ભરેલાં રાષ્ટ્ર તરીકે જણાવ્યું હતું.

આશ્ચર્ય તે છે કે હજી સુધી ઈલ્હાન કોને પરણી છે, તેના કોઈ સગાને પરણી છે, અને તેણે વસાહત માટે છેતરપીંડી કરી હતી. તે હકીકત હજી સુધી બહાર આવી ન હતી.

આ ઈલ્હાનનો અંગત ઈતિહાસ આ પ્રમાણે છે. તે ૮ વર્ષની જ હતી ત્યારે સોમાલિયામાં ચાલી રહેલાં યુદ્ધને લીધે સોમાલિયાથી કેન્યા સ્થિત રેફ્યુજી કેમ્પમાં ૧૯૯૫માં પહોંચી, ત્યાં ૪ વર્ષ રહી પછી અમેરિકા આવી અને ૨૦૦૦માં તેની ૨૦૨૪માં ડેમોક્રેટ તરીકે તેઓ હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્ઝમાં ડેમોક્રેટિક પાર્ટીની ટિકીટ ઉપર ચૂંટાઈ આવ્યા.

પ્રમુખ ટ્રમ્પે તેઓના ટ્રુથ સોશ્યલ પર આગળ લખ્યું કે ઈલ્હાન ૨૦૦૨માં અહમદ અબ્દીસવાજ હીરસીને પરણી. આ હીરસી તેના ભારત વિરોધી કટ્ટર વલણ માટે જાણીતો છે. તેમને બે બાળકો પણ થયાં પછી તલ્લાક લઈ ૨૦૦૯માં અહમદ ઈલામી સાથે પરણી. ઓમર અને હીરાસીને ૨૦૧૨ એક ત્રીજું બાળક થયું.

આ બીજા પતિ ઈલામી સાથે પણ તેના છૂટાછેડા થયા તે મહિલા પાછી ૨૦૧૨માં ઓમર સાથે ફરી પરણી. ૨૦૨૦માં તેની સાથે પણ છુટાછેડા થયા. અત્યારે તે પોલિટિકલ કન્સલ્ટન્ટ ટીમ મેનેટ સાથે દાંપત્ય જીવન વીતાવે છે.

આ ઈલ્હાન ઓમરને અમેરિકામાંથી પોતાને હાંકી કઢાશે તેવા ભયે તે ટીમ મેનેટને પરણી છે, તે વિષે 'ડેઈલી-મેઈલ'ના પત્રકારોએ ઈન્વેસ્ટીગેટિંગ રીપોર્ટિંગ હાથ ધર્યું. તેમાં જાણવા મળ્યું કે તેનો બીજો પતિ તેનો 'બાયોલોજિકલ બ્રધર' હતો તેમ તેણે તેની સહીયરોને જણાવ્યું હતું, સાથે તેમ પણ કહ્યું કે આ લગ્નનો હેતુ વસાહત પાકી કરવાનો હતો. નીરીક્ષકો આને માનવ જીવનની હલકામાં હલ્કી અને નીચમાં નીચ માનસિકતા તરીકે કહે છે.