- રીપોર્ટ પ્રમાણે પ્રીતમ સિંહે સંસદની સમિતિ સમક્ષ ખોટી જુબાની આપી હતી તેથી સંસદની ગરિમા ઘટાડવાનો આક્ષેપ છે
સિંગાપુર : સિંગાપુરના રાજકારણ અગે મહત્ત્વના સમાચાર મળ્યા છે પંજાબ મૂળના વિપક્ષી નેતા પ્રીતમસિંહને સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગે ગુરૂવારે (તા. ૧૫મીએ) વિપક્ષી નેતા પદેથી દૂર કર્યા છે. પ્રીતમસિંહ ઉપર એવો આક્ષેપ છે કે, તેમણે ૧૪મી જાન્યુઆરીએ સંસદીય સમિતી સમક્ષ આપેલી જુબાનીમાં તેઓ ખોટું બોલ્યા હતા.
આ જાણી વડાપ્રધાન વોંગે તેમને તત્કાળ વિપક્ષી નેતા પદેથી હઠાવ્યા હતા અને કહ્યું હતું કે, તેમની કાર્યવાહી, કાનૂનના શાસન (રૂલ ઑફ લૉ) સંસદની ગરિમા અને પ્રતિષ્ઠા ઉપર ડાઘ સમાન હોઈ તેમને તે પદ ઉપર રહેવાને લાયક નથી.
આ માટે, સિંગાપુરની સંસદમાં આજે પહેલા તો મતદાન યોજાયું હતું તેમાં પ્રીતમસિંહ વિરૂદ્ધ વધુ મતો પડયા હતા.
ઉલ્લેખનીય છે કે, સિંગાપુરની શાસક પક્ષ તેવી વોંગની 'પીપલ્સ એક્શન પાર્ટી'ની બહુમતી છે.
આ અંગેનો ઘટનાક્રમ એવો છે કે, ૧૪મી જાન્યુઆરીએ લીડર ઑફ ધી હાઉસ ઇન્દ્રાણી રાજા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને પસાર કરાયા પછી એક દિવસે આ ફેસલો લેવામાં આવ્યો હતો.
આ પૂર્વે ૨૦૨૧માં 'વર્કર્સ પાર્ટી'ના સાંસદ રાયસા આ ખાનને પણ સંસદમાં ખોટું બોલવા માટેના કેસમાં અદાલતે દોષિત ઠરાવતા કહ્યું હતું કે, 'વિપક્ષ, અપેક્ષિત ઉચ્ચ પ્રમાણો પર અયોગ્ય ઠર્યા છે.'
પ્રીતમસિંહના માતા-પિતા મૂળ પંજાબના છે પ્રીતમસિંહનો જન્મ અને અભ્યાસ સિંગાપુરમાં જ થયા પછી કીંગ્સ કોલેજ, લંડનમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવ્યા પછી વકીલ થયા, રાજનીતિમાં પડયા. ૨૦૧૮માં વર્કર્સ પાર્ટીના મહામંત્રી બન્યા ૨૦૨૦માં તેઓ સંસદમાં 'નેતા વિપક્ષ' બન્યા હતા ૨૦૨૬ના જાન્યુ.ની ૧૫મી તારીખે તેમણે તે પદ ગુમાવ્યું.


