Get The App

'વધુ પડતી ફી લેશો તો પનામા કેનાલ ફરી હસ્તગત કરી લઈશું' : ટ્રમ્પની પનામાને ધમકી

Updated: Dec 22nd, 2024

GS TEAM

Google News
Google News
'વધુ પડતી ફી લેશો તો પનામા કેનાલ ફરી હસ્તગત કરી લઈશું' : ટ્રમ્પની પનામાને ધમકી 1 - image


'પનામા કેનાલ અમેરિકા માટે આર્થિક તેમજ સંરક્ષણ દ્રષ્ટિએ મહત્વની છે, અમે ઉદારતાથી તેનો કબ્જો તમોને સોંપ્યો છે, તે પાછો લઈ લઈશું' ઃ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પનામા કેનાલમાંથી પસાર થતાં અમેરિકાનાં નાગરિક તેમજ લશ્કરી જહાજો માટેની ટનેજ દીઠ ૦.૫ ડોલરથી વધારી સીધી ૩૦૦ ડોલર કરી નાંખતા પનામાને સીધી જ ધમકી આપી છે કે, જો આટલી બધી ફી લેશો તો અમે તે કેનાલ ફરી હસ્તગત કરી લઈશું.

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશ્યલ' ઉપર આ ધમકી ઉચ્ચારતાં ટ્રમ્પે કહ્યું હતું કે, 'પનાના કેનાલ અમેરિકા માટે આર્થિક તેમજ સંરક્ષણ દ્રષ્ટિએ મહત્વની છે. આ કેનાલ દ્વારા જ અમેરિકા તેના પૂર્વના વિસ્તારોના પશ્ચિમના વિસ્તારો સાથે સંબંધો રાખી શકે છે.'

આ પનામા કેનાલનું નિર્માણ ૧૨૧૪માં તે સમયના અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના સમયમાં થયું હતું. તેનો તમામ ખર્ચ અમેરિકાએ જ ઉઠાવ્યો હતો. ત્યારે ડીસેમ્બર ૩૧, ૧૯૯૯ સુધીના પટ્ટે તે કેનાલ અમેરિકાને આપવામાં આવી હતી. તે પછી અમેરિકાએ તે નાના એવા પનામાને તે સોંપી દીધી હતી. ત્યારથી અમેરિકાના જહાજો ઉપર ટનેજ દીઠ ૫૦ સેન્ટનો ટેક્ષ લાદવામાં આવ્યો હતો. હવે જો તે વધારી સીધો ટનેજ દીઠ ૩૦૦ ડોલર કરાય તો અમેરિકામાં વહાણવટાંને ઘણું જ મોંઘું પડી જાય.

આ પનામા કેનાલ આધુનિક વિશ્વની એક અજાયબી છે. તેમાં પૂર્વમાં નીચેથી ઉપર સુધી અને પશ્ચિમે ઉપરથી નીચે સુધી તે પ્રકારે પર્વતીય પ્રદેશ વટાવી શકાય તેવી વ્યવસ્થા એક એક પછી બોક્સમાં પાણી ભરતાં જઈ કરવામાં આવી છે. આ માટે કામ પણ અમેરિકન નાગરિકોએ જ કર્યું હતું તે પૈકી ૩૮૦૦૦ તો પર્વતીય જંગલોમાં મચ્છરના ત્રાસથી, મેલેરિયાથી પીડાઈને મૃત્યુ પામ્યા હતા. આમ છતાં પ્રમુખ જીમી કાર્ટરે મુર્ખાઈ કરી. પનામા રાષ્ટ્રને ૧ ડોલરની હાસ્યાસ્પદ ફી લઈ સોંપી દીધી. માત્ર તેટલી જ શરત રાખી કે તેણે ચીન જેવા દેશને તે કેનાલનો કબ્જો સોંપવો નહીં.

હવે ટ્રમ્પ પ્રમુખપદે આવતા કદાચ તેવો પનામા કેનાલનો કબ્જો જ લઈ લેશે તેવી આશંકા છે.

Tags :