Get The App

ભારત સાથે સંબંધો બગાડયા તો મુશ્કેલીમાં પડી જશે; પાક. પાસેથી શું મળશે ? : ટ્રમ્પને તેના સાંસદોએ જ ચેતવ્યા

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ભારત સાથે સંબંધો બગાડયા તો મુશ્કેલીમાં પડી જશે; પાક. પાસેથી શું મળશે ? : ટ્રમ્પને તેના સાંસદોએ જ ચેતવ્યા 1 - image

- ટ્રમ્પ સેકન્ડ દરમિયાન ભારત અમેરિકા સંબંધોમાં ખટાશ આવી ગઈ છે : રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત ઉપર ટ્રમ્પે વધારાનો ૨૫% ટેરિફ નાખ્યો છે

વૉશિંગ્ટન : પાકિસ્તાનને અરીસો દેખાડતાં અમેરિકાના રીપબ્લિકન સાંસદ અને ડોનાલ્ડ ટ્રમ્પની માર્ટીના નેતા રિચ મેક કૉર્મિકે કહ્યું છે કે ભારતના પ્રમાણમાં અમેરિકામાં નિવેશ કરવામાં પાકિસ્તાન નકામ રહ્યું છે.

વૉશિગ્ટન સ્થિત પિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (સી.એસ.આઈ.એસ. દ્વારા આયોજિત એક કાર્યક્રમમાંબોલતાં મેક કૉર્તિકે સ્પષ્ટ કહ્યું કે, ભારત અમેરિકામાંથી માત્ર નિવેશ જ આકર્ષિત નથી કરતું. ભારતીય વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ અમેરિકામાં પણ નિવેશ કરે છે. આ સાથે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેથી ભારતને અલગ અલગ પાડવું મુશ્કેલી ઉભી કરશે. તે આપણા બધા માટે મુસીબત સાબિત થશે.

તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન ૩૦ કરોડની વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ તમો તેને અમેરિકામાં રોકાણ કરતું જોઈ શક્તા નથી. તેથી વિરૂદ્ધ ભારત રોકાણ પણ લાવે છે અને અમેરિકામાં રોકાણ કરે પણ છે.

ભારતની પ્રતિભા શક્તિ ઉપર વજન મુકતાં તેમણે કહ્યું ભારત માત્ર કુશળ લોકોને જ નથી મોકલતું પરંતુ અમેરિકાના વિભિન્ન ક્ષેત્રોમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. ટેલન્ટ મહત્વની બાબત છે. ભારત સમગ્ર દુનિયામાં જબરજસ્ત માત્રામાં ટેલન્ટ ઉપલબ્ધ કરાવે છે.

માત્ર પ્રતિભાશાળી લોકોને મોકલે છે, તે પૂરતું નથી. ખરી વાત તે છે કે તેવા લોકો મહત્વનાં ખાલી સ્થાનો પણ ભરી રહ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રમ્પે પાકિસ્તાન તરફી વલણ રાખ્યું છે. તેથી ભારત સાથેના સંબંધોમાં તંગદિલી આવી છે. ઉપરાંત ચીન સામે ઇન્ડો પેસિફિક વિસ્તારમાં ભારતને ચીન સામે કાઉન્ટર વેઇટ માનવામાં આવે છે.

તાજેતરમાં ટ્રમ્પે પાકિસ્તાની નાગરિકો માટે ઇમિગ્રન્ટ વિસા પ્રોસેસિંગ રોકી ઇસ્લામાબાદને કડક ચેતવણી આપી છે. તે સંયોગોમાં અમેરિકી સાંસદે ટ્રમ્પ પ્રસાશનને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે ભારતને અલગ અલગ કરવું તે અમેરિકા માટે ભારે મોટી સમસ્યા સર્જી શકે તેમ છે.