Get The App

ચીન સાથે યુદ્ધ થશે તો અમે ભારતને સાથ આપીશું : અમેરિકા

- અમેરિકાની સ્પષ્ટ વાત

- અમેરિકાના બે વિમાનવાહક જહાજો પહેલેથી દક્ષિણ ચીન સાગરમાં હાજર છે

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News
ચીન સાથે યુદ્ધ થશે તો અમે ભારતને સાથ આપીશું : અમેરિકા 1 - image


(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 7 જુલાઇ, 2020, મંગળવાર

અમેરિકાએ આજે વધુ એક વખત સ્પષ્ટ કર્યું હતું કે ભારત-ચીન વચ્ચે કોઈ પ્રકારનો સંઘર્ષ થશે તો અમારી લશ્કરી મદદ ભારત તરફે હશે. અમેરિકાએ સાઉથ ચાઈના સમુદ્રમાં બે વિમાનવાહક યુદ્ધજહાજો પહેલેથી જ ગોઠવી દીધા છે. ચીનના વિરોધ છતાં અમેરિકાએ ચીન પાસેના સમુદ્રી વિસ્તારમાં લશ્કરી કવાયત કરી હતી.

વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોએ એક ઈન્ટર્વ્યુમાં આ વાત સ્પષ્ટ રીતે કહી હતી. એક સવાલના જવાબમાં માર્કે કહ્યું હતુ કે સંઘર્ષની સિૃથતિમાં અમારૂં લશ્કર ભારતના પડખે જ રહેશે. અત્યારે પણ અમારો ટેકો ભારતને જ છે.

સાઉથ ચીન સમુદ્રમાં જહાજો મોકલવા અંગે તેમણે કહ્યું હતું  કે અમેરિકા જગતને પોતાની લશ્કરી તાકાતનો પરચો આપવા માગે છે અને દુનિયાના દેશોને નિશ્ચિંત પણ કરવા માંગે છે. ટૂંકમાં ચીન જેવા દેશોથી કોઈ ડરે નહીં એ માટે અમેરિકાએ એશિયામાં લશ્કરી કાફલાની હાજરી વધારી દીધી હતી.

Tags :