World

જો ભારત સિંધુ ઉપર બંધ બાંધશે તો યુદ્ધ થઇ જશે : બિલાવલ ભુટ્ટો

By GS TEAM
12 Aug 20252 mins read
જો ભારત સિંધુ ઉપર બંધ બાંધશે તો યુદ્ધ થઇ જશે : બિલાવલ ભુટ્ટો

- પહેલગાંવ હુમલાથી પાકે. સંધિનો ભંગ કર્યો છે : ભારત

- સિંધુ જળ સંધિ પ્રમાણે ભારતને રાવી, બિયાસ અને સતલજ પર બંધ બાંધવાનો અધિકાર છે જ : અન્ય નદીઓ પર મર્યાદિત અધિકાર છે

ઇસ્લામાબાદ : ભારત જો સિંધુ અને તેની શાખા નદીઓ ઉપર બંધ બાંધશે તો યુદ્ધ થઇ જશે. તેવી ધમકી પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ ઉચ્ચારતા રાજદ્વારી વર્તાવોમાં વમળો સર્જાયાં છે. આ પૂર્વે પાકિસ્તાને ભારતીય રાજદ્વારીઓ માટે ગેસ, પાણી અને અખબારો પણ બંધ કરી દીધાં છે.

ભારત પાકિસ્તાન વચ્ચે પાકિસ્તાન સર્જન સમય ૧૪ ઓગસ્ટ ૧૯૪૭થી તણાવ ચાલી જ રહ્યો છે. તેમાં છેલ્લે પહેલગાંવમાં આતંકી હુમલો થયા પછી તો ભડકો થયો હતો અને ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનનું નાક કાપી નાખ્યું હતું. તેથી ધૂંધવાયેલાં પાકિસ્તાને દુનિયાભરમાં પોતાને નિર્દોષ દર્શાવવા મિશન્સ મોકલ્યાં હતાં પરંતુ વિશ્વભરમાંથી તેને ઠંડો પ્રતિસાદ મળ્યો. આથી હતાશ થયેલાં પાકિસ્તાને સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવી ભારત ઉપર આક્ષેપબાજી શરૂ કરી દીધી છે. બિલાવલે કહ્યું કે અમે દુનિયાને જણાવ્યું છે કે મોદી કઇ રીતે પાકિસ્તાન પર હુમલા કરી રહ્યા છે. મેં આ મુદ્દો અમેરિકા અને યુરોપમાં પણ ઉઠાવ્યો હતો. જો તમે આવા સિંદૂર જોવા હુમલા કરશો તો પાકિસ્તાનના દરેક પ્રાંતના લોકો તમારી સામે પડવા તૈયાર થશે અને તે યુદ્ધ તમે નિશ્ચિત રીતે હારશો. આ સાથે તેઓએ કહ્યું કે સિંધુ જળ સંધિ સૌથી મોટો હુમલો ગણી શકાય તેમ છે. સિંધના લોકો પણ તે સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

વાસ્તવમાં સિંધનાં મૂળ ખૈરપુરર રાજ્યના વતની તેવાવ બિલાવલ ભૂટ્ટોએ કહ્યું હતું કે પાકિસ્તાન શાંતિપ્રિય દેશ જ છે. પરંતુ આવા હુમલાનો અમે કટ્ટર જવાબ આપીશું જ તેમ બિલાવલ ભુટ્ટોએ પોતાના ટેકેદારોને કરાચીમાં આપેલાં વક્તવ્યમાં રવિવારે સાંજે જણાવ્યું હતું.

ખરી વાત તે છે કે ૧૯૬૦માં વર્લ્ડ બેન્કનાં માર્ગદર્શન નીચે ૧૯૬૦માં થયેલી સિંધુ જળ સંધિ પ્રમાણે વર્લ્ડ બેંકે જ પૂર્વની નદીઓ (રાવી, બિયાસ, સતલજ) ઉપર ભારતને સંપૂર્ણ અધિકાર આપ્યો હતો. જ્યારે પશ્ચિમની સિંધુ, ચીનાબ અને ઝેલમ ઉપર હાઈડ્રો ઇલેક્ટ્રિક સંકૂલો બાંધવા પૂરતો જ મર્યાદિત અધિકાર આપ્યો હતો. ભારત તે સંધિને બરાબર અનુસરી રહ્યું હતું. તેમાં એક કલમ તે પણ હતી કે પાકિસ્તાને ત્રાસવાદીઓને આશ્રય ન આપવો, પરંતુ પહેલગાંવ હુમલાએ પાકિસ્તાનની પોલ ખોલી દીધી હતી. અને ભારતે તે પછી ઓપરેશન સિંદૂર હાથ ધર્યું તેમાં ૯ આતંકી છાવણીઓ નષ્ટ કરી દીધી હતી. અને પાકિસ્તાન લગભગ કશો જ પ્રત્યુત્તર તે સમયે તો આપી શક્યું ન હતું. તેણે પછી પાકિસ્તાનના પોતાની મેળે જ થઇ પડેલા ફીલ્ડ માર્શલ યાસીમ મુનીરે તો ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી છે.