પાલતુ કુતરાને કુતરો કહયો તો માલિકને આવ્યો ગૂસ્સો, કરી નાખ્યું ખૂન

આરોપી શખ્સના કુતરાને કુતરો કહેતા તેને ખોટું લાગી ગયું હતું

કૂતરાને કૂતરો નહી કહેવા માટે વારંવાર ચેતવણી આપી હતી

Updated: Jan 25th, 2023
ચેન્નાઇ,૨5 જાન્યુઆરી,૨૦૨૩,બુધવાર

 ધર્મેન્દ્રનો એક મશહૂર ફિલ્મી ડાયલોગ છે કુત્તે મૈ તેરા ખૂન પી જાઉંગા,માણસને કૂતરા તરીકે સંબોધન કરો તો ઝગડો થઇ જાય પરંતુ તમિલનાડુ રાજયના ડિંડીગુલમાં કુતરાને કુતરો કહેવાથી હત્યા થઇ હોવાની અજીબો ગરીબ ઘટના બની છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શખ્સના કુતરાને કુતરો કહેતા તેને ખોટું લાગી ગયું હતું. ગુસ્સામાં આવીને શખ્સે ૬૨ વર્ષના બુર્ઝુંગની હત્યા કરી નાખી હતી. આવી નાની અમથી વાતમાં હત્યા થતા ચકચાર મચી ગઇ હતી. મૃતકનું નામ રાયપ્પન  જે હત્યારા ડોગપાલકનું નામ ડેનિયલ હતું. રાયપન્ન અને ડેનિયલ બંને પાડોશી હતા. 

રાયપન્ને પોતાના પૌત્ર કેલ્વિનને પાણીનો પંપ બંધ કરીને હાથમાં લાકડી રાખવાની સૂચના આપી હતી. પાડોશીનો કૂતરો નજીકમાં હોવાથી તેનાથી બચવા માટે કુતરા એવો શબ્દ ઉચ્ચાર્યો હતો. આ સાંભળીને ડોગનો માલિક ડેનિયલ ભડકી ગયો હતો. રાયપન્ન પર હુમલો કરીને છાતી પર ચડીને મુક્કા મારવા લાગ્યો હતો. રાયપન્ન લોહી લુહાણ થઇ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન જ મુત્યુ થયું હતું. મૃતક પરીવારે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. 

હત્યા બાદ આરોપી અને તેના પરીવાર સ્થળ છોડીને ભાગી ગયા હતા. છેવટે ગત શુક્રવારે પોલીસે આરોપીના બે પુત્રો અને પત્નીની ધરપકડ કરી હતી. આરોપીના પરીવારે પોલીસને જણાવ્યું હતું કે તેમને આમ તો કોઇ વેરઝેર ન હતું પરંતુ અમારા પાળેલા ડોગને કુતરો કહીને બોલાવતા હતા. આ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં મૃતક માનતા ન હતા. પોતાના માટે એ જાનવર નથી પરંતુ પરિવારનું સભ્ય છે. કોઇ ડોગ કહીને સંબંધો તે ગમતું નથી. આથી જ વાત વણસી હતી. આ વિચિત્ર લાગતી ઘટનાએ ચકચાર જગાવી છે.

    Sports

    RECENT NEWS