VIDEO : ભોજન કેન્દ્રો પર ઈઝરાયલનો ફરી ગોળીબાર, 32ના મોત, બેત હનૂન શહેરની છેલ્લી બિલ્ડિંગ પણ ધ્વસ્ત
Image Source - Twitter |
Israel Airstrike On Beit Hanoun City : ઈઝરાયલના હુમલા બાદ ગાઝામાં ભયંકર સ્થિતિ ઉભી થઈ ગઈ છે. અહીં ભોજન કેન્દ્રો પર અવારનવાર ગોળીબાર થતા અનેક લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે ઈઝાયેલી સેના (IDF)એ ફરી ભોજન કેન્દ્ર પર આડેધડ ગોળીબાર કર્યો છે. આ ઉપરાંત આઈડીએફે બેત હનૂન શહેરમાં છેલ્લી એરસ્ટ્રાઈક કરીને છેલ્લી બિલ્ડિંગને પણ ધ્વસ્ત કરી નાખી છે. આ બિલ્ડિંગ 700 વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે.
ગાઝાનું ઐતિહાસિક શહેર બૈત હનૂન સાફ
ઈઝરાયલી હુમલામાં ગાઝાનું બેત હનૂન શહેર સંપૂર્ણ રાખ થઈ ગયું છે. હવે શહેરમાં એક પણ બિલ્ડિંગો બચી નથી. ઈઝરાયેલે રવિવારે (20 જુલાઈ) બેત હનૂનમાં ભયાનક હુમલો કર્યો હતો, તેમાં 700 વર્ષ જૂની ઈમારત ધરાશાઈ થઈ છે. ત્યારબાદ આખુ શહેર રાખના મેદાનમાં ફેરવાઈ ગયું છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં જળપ્રલય, 200થી વધુ લોકોના મોત, 560થી વધુ ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં પાણી ભરાયા
ગાઝા તમામ શહેરો ખંડર
હમાસે 7 ઓક્ટોબર-2023ના રોજ ઈઝરાય પર હુમલો કર્યો હતો, ત્યારબાદ આઈડીએફે સતત હુમલાઓ કર્યા બાદ ગાઝાના મોટાભાગના શહેરો અને વિસ્તારોમાં ખંડર બની ગયા છે. બેત હનૂનમાં જે છેલ્લી બિલ્ડિંગ બચી હતી, તે પણ ધ્વસ્ત થઈ ગઈ છે. આ શહેર ગાઝાનું ઐતિહાસિક શહેર હતું અને હવે તેનું નામો-નિશાન રહ્યું નથી. ઓસ્ટ્રેલિયન યહુદી સંઘના પૂર્વ પ્રમુખે પણ કહ્યું કે, ‘હવે બેત હનૂન શહેર જ રહ્યું નથી.’
ઈઝરાયલનો ફરી ભોજન કેન્દ્ર પર ગોળીબાર, 32ના મોત
બીજીતરફ રિપોર્ટ મુજબ ઈઝરાયેલે ફરી ગાઝામાં ભોજન કેન્દ્ર પર ગોળીબાર કર્યો છે. દક્ષિણ ગાઝામાં અમેરિકા-ઈઝરાયલના ગ્રૂપ દ્વારા ભોજન કેન્દ્રોનું સંચાલન થઈ રહ્યું છે, ત્યારે ઈઝરાયલી સૈનિકોએ અહીં ખાદ્ય સામગ્રી લેવા આવેલા પેલેસ્ટાઈનીઓ પર આડેધડ ગોળીબાર કર્યો છે. ઘટનામાં 32ના મોત અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, અન્ય ઘટનામાં ઈઝરાયલી હવાઈ હુમલામાં 11 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે.
આ પણ વાંચો : રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી જોરદાર આંચકો 7.4ની તીવ્રતાનો, સુનામીની ચેતવણી