World

ઈરાને IAEAના પ્રમુખને ઇઝરાયલી જાસૂસ ગણાવ્યાં, કહ્યું - અમારા દેશમાં પગ મૂકશો તો ફાંસી આપી દઇશું

By GS TEAM
30 Jun 20252 mins read
TukuTouch Logo
યુદ્ધવિરામ પછી પણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ ઓછો નથી થઈ રહ્યો. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીઈનું મુખપત્ર ગણાતુ કટ્ટરપંથી અખબાર કાયહાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીને 'મોસાદના જાસૂસ' ગણાવ્યા છે અને ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો તે ઈરાની ધરતી પર પગ મૂકશે તો તેને ફાંસી આપી દેવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાને IAEAના પ્રમુખને ઇઝરાયલી જાસૂસ ગણાવ્યાં, કહ્યું - અમારા દેશમાં પગ મૂકશો તો ફાંસી આપી દઇશું

IAEA Chief Rafael Mariano Grossi: યુદ્ધવિરામ પછી પણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ ઓછો નથી થઈ રહ્યો. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીઈનું મુખપત્ર ગણાતુ કટ્ટરપંથી અખબાર કાયહાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીને 'મોસાદના જાસૂસ' ગણાવ્યા છે અને ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો તે ઈરાની ધરતી પર પગ મૂકશે તો તેને ફાંસી આપી દેવામાં આવશે.

તાજેતરમાં જ ગ્રોસીએ ઈરાન પાસે તેના પરમાણુ સ્થળોનું  નિરીક્ષણ કરવાની પરવાનગી માંગી હતી. જેને તેહરાને નકારી કાઢી હતી.  ઈરાની સંસદે પણ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથે સહયોગ સ્થગિત કરવા માટે મતદાન કર્યું છે. 

IAEAના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીને ઈરાનની ખુલ્લી ધમકી 

અખબારેમાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના ડિરેક્ટર ગ્રોસી વિષે લખવામાં આવ્યું છે કે, 'આ બાબત સત્તાવાર રીતે જાહેર કરવી જોઈએ કે જો ગ્રોસી ઈરાન આવશે, તો તેના પર આપણા લોકોની હત્યામાં ભાગ લેવા અને મોસાદ માટે જાસૂસી કરવા બદલ કેસ ચલાવવામાં આવશે અને તેને ફાંસી આપવામાં આવશે.'

ગ્રોસીના નિવેદન પર બબાલ

IAEAના ડિરેક્ટર ગ્રોસીએ એવું નિવેદન આપ્યું હતું કે, 'ઈરાન ટૂંક સમયમાં જ યુરેનિયમ સંવર્ધન શરૂ કરવા જઈ રહ્યું છે, જો આવું થશે તો તે ગમે ત્યારે સરળતાથી પરમાણુ બોમ્બ બનાવી શકશે. ગ્રોસીએ એ શક્યતાને પણ નકારી ન હતી કે ઈરાને યુએસ હુમલા પહેલા તેના પરમાણુ સ્થળોમાંથી 400 કિલો યુરેનિયમ છુપાવ્યું હતું.' ઈરાન વિશે ગ્રોસીના સતત નિવેદનોથી ઈરાનમાં હલચલ મચી ગઈ છે અને ગ્રોસી પર ગુસ્સો ઠાલવી રહ્યો છે.

આ પણ વાંચો: ઈરાને ટ્રમ્પનો બદલો ઈલોનથી લીધો, સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ આપતી સ્ટારલિંક સામે પ્રતિબંધ મૂક્યો

અમેરિકા-ઈઝરાયલ હુમલાઓએ સમીકરણ બગાડ્યું

નોંધનીય છે કે 13 જૂને ઇઝરાયલે ઈરાન પર અનેક મિસાઈલોથી હુમલો કર્યો હતો, જેમાં ઘણા ટોચના પરમાણુ વૈજ્ઞાનિકો અને લશ્કરી અધિકારીઓ માર્યા ગયા હતા. જવાબમાં ઈરાને ઇઝરાયલી શહેરો પર બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. અમેરિકાએ ઇઝરાયલની સાથે ઈરાનના પરમાણુ સ્થળો પર પણ હુમલો કર્યો હતો. આ સંઘર્ષના કારણે અમેરિકા-ઈરાન પરમાણુ વાટાઘાટો ફરીથી અટકી ગઈ.