Get The App

હું એમને કહીશ કે આપે આ યુધ્ધ સમાપ્ત કરવું જ પડશે. ડોનાલ્ડ ટ્રમ્પ

ઝેલેંસ્કીનો રશિયા પર હત્યાઓ રોકવા પ્રયાસ નહી કરવાનો આરોપ

ઝેલેંસ્કી અને પુતિન વચ્ચે એક બેઠક ગોઠવાય એવું પણ ઇચ્છે છે

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
હું એમને કહીશ કે આપે આ યુધ્ધ સમાપ્ત કરવું જ પડશે. ડોનાલ્ડ ટ્રમ્પ 1 - image

ન્યૂયોર્ક,૧૨ ઓગસ્ટ,૨૦૨૫,મંગળવાર 

અમેરિકા અને રશિયાની નેતાગીરી આવતા શુક્રવારે અલાસ્કામાં યોજાનાર સંઘર્ષવિરામની તૈયારી કરી રહયા છે પરંતુ વાર્તાનો સમય નજીક આવતો જતો હોવા છતાં યુક્રેન પરના હુમલા અટકયા નથી તેનો યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહી ઝેલેંસ્કીએ રશિયા પર હત્યાઓ રોકવા પ્રયાસ નહી કરવાનો આરોપ મુકયો હતો.ઝેલેંસ્કીએ રશિયાના હુમલાખોર વલણની ટીકા કરીને સંઘર્ષવિરામની કોઇ પણ સમય સીમાને નિરર્થક ગણાવી હતી. સૌ જોઇ રહયા છે કે રશિયાએ શાંતિની દિશામાં કોઇ નક્કર પગલાભર્યા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે વ્હાઇટ હાઉસમાં બોલતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આગામી વાર્તામાં હું એમને કહીશ કે આપે આ યુધ્ધ સમાપ્ત કરવું જ પડશે.બેઠકમાં યુક્રેની રાષ્ટ્રપતિ અને અન્ય યુરોપીય નેતાઓનો અભિપ્રાય પણ જણાવશે. ટ્રમ્પે વધુમાં એમ પણ કહયું હતું કે  ઝેલેંસ્કી અને પુતિન વચ્ચે એક બેઠક ગોઠવાય એવું પણ ઇચ્છે છે.  નિદોર્ષ યુક્રેનનીઓની હત્યા અટકાવવા રશિયા પર દબાણ અને પ્રતિબંધોની આવશ્યકતા રહે છે. યુક્રેનની રાષ્ટ્રીય આપાત સેવાના અધિકારીઓ અનુસાર રવિવારે દક્ષિણી શહેર ઝાપોરિરિજયામાં ભીષણ ગોળીબારીમાં પણ ૨૦ લોકો ઘાયલ થયા હતા.