World

મેં ભારત અને પાકિસ્તાનનું યુધ્ધ રોકયું, ટ્રમ્પે વધુ એક વાર દાવો કર્યો

By GS TEAM
18 Jun 20251 min read
મેં ભારત અને પાકિસ્તાનનું યુધ્ધ રોકયું, ટ્રમ્પે વધુ એક વાર દાવો કર્યો

વોશિંગ્ટન,૧૮ જૂન,૨૦૨૫,બુધવાર 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વધુ એક વાર દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાનનું યુધ્ધ રોકયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે સૌ પ્રથમ ૧૦ મે ના રોજ કહયું હતું કે તેમની મધ્યસ્થતાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું છે. જો કે ભારતે આવી કોઇ પણ પ્રકારની મધ્યસ્થતાનો ઇન્કાર કર્યો હતો.  સમાચાર એજન્સી બીબીસીના અહેવાલ અનુસાર  વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા આશ્ચર્ય ચકિત નિવેદન કર્યુ હતું કે મને પાકિસ્તાન માટે પ્રેમ છે. 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને મોદીને એક શાનદાર વ્યકિત ગણાવ્યા હતા. ટ્રમ્પે કહયું હતું કે મે કાલે રાત્રે એમનાથી (પીએમ મોદી) સાથે વાત કરી હતી હવે એમની સાથે એક વેપાર સમજુતી કરી શકીએ છીએ. ટ્રમ્પનું આ નિવેદન બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત થયા પછી આવ્યું છે. વાતચીતને લઇને વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહયું હતું કે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભારત પાકિસ્તાનના સમગ્ર ઘટનાક્રમને લઇને કયારેય કોઇ પણ પ્રકારના સ્તરે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ અથવા અમેરિકા દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા જેવા વિષયો પર કોઇ જ વાત થઇ નથી.