હું કદાચ ચાયના જઈશ જો શી-જિનપિંગ આમંત્રણ આપશે તો : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહ્યું
- દ.કોરિયામાં ઓક્ટો-30 થી 1 નવે. તેમ 3 દિવસ યોજાનારી એશિયા પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશનની બેઠકમાં જતાં માર્ગમાં તે બૈંજિગ રોકાય તે શક્ય છે
વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે જ કહ્યું હતું કે જો ચીનના પ્રમુખ શી-જિનપિંગ દ્વારા મને સત્તાવાર નિમંત્રણ આપવામાં આવશે તો હું કદાચ ચાયના જઈશ. આ અંગે મંગળવારે તેઓએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેઓ ચીનનાં પ્રમુખ સાથે શિખર-મંત્રણા તો યોજવાના જ નથી. પરંતુ બૈજિંગ જવા માટે તો દ્વાર ખુલ્લાં જ છે, જો પ્રમુખ શી-જિંનપિંગ આમંત્રણ આપે તો.
આ પૂર્વે પણ તેઓએ કહ્યું હતુ ંકે તેઓ થોડા સમય પછી પરંતુ બહુ ટૂંક સમયમાં શી-જિનપિંગને મળવાના છે.
બૈજિંગ અને વોશિંગ્ટન બંને સાથે સંપર્ક રાખનારાઓના કહેવા પ્રમાણે તારીખ ૩૦ ઓક્ટોબરથી ૧લી નવેમ્બર સુધી દક્ષિણ કોરિયામાં મળનારી એશિયા-પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન (એ.પી.ઈ.સી.)ની બેઠકમાં હાજરી આપવા જતાં ટ્રમ્પ કદાચ માર્ગમાં બૈજિંગ રોકાશે.
એક સંભાવના તેવી પણ માનવામાં આવે છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ બૈજિંગ દ.કોરિયા જતાં પહેલાં વધુ સમય ૧૬ કલાક જેટલો સમય રોકાય તો પ્રમુખ પુતિન કદાચ બૈજિંગ પહોંચી પણ જાય અને ત્રણે દેશના તેઓની મહત્ત્વની બેઠક યોજાઈ પણ શકે.
આ યોજના અંગે ઉક્ત ત્રણે અગ્રીમોની મીટિંગ રશિયન અધિકારીઓને પૂછતાં તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. તેમજ અમેરિકી અધિકારીઓએ પણ સીધો જવાબ આપ્યો ન હતો. તેઓનું મૌન જ ટ્રમ્પ-પુતિન-શી-ની મુલાકાતની ખાતરી બને છે.