Get The App

ગમે તે ચુકાદો આવે મને તેની પરવાહ નથી, અલ્લાહ મારી સાથે : શેખ હસીના

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
ગમે તે ચુકાદો આવે મને તેની પરવાહ નથી, અલ્લાહ મારી સાથે : શેખ હસીના 1 - image

- યુનુસ સરકારે મારી ઉપર મન-ઘડંત આરોપો મૂક્યા : પૂર્વ વડાપ્રધાન

- યુનુસ સરકારે દેશમાં અંધાધૂંધી અને અરાજકતા ફેલાવી છે

નવી દિલ્હી : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના હવે કમર કસી યુનુસ સરકારની સામે પડયાં છે. તેઓ ઉપર યુનુસ સરકારે ગત વર્ષે થયેલા સરકાર વિરોધી રમખાણો સમયે નૃશંસ હત્યાકાંડ કરાવ્યા હોવા સહિતના અનેકવિધ મનઘડંત આરોપો મુક્યા છે અને 'ઈન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટમાં' કેસ દાખલ કરી દીધો છે. તે અંગે શેખ હસીનાએ લોખંડી પ્રત્યાઘાતો આપતાં કહ્યું છે કે, 'ગમે તે ચુકાદો આવે, મને તેની પરવાહ નથી, અલ્લાહ મારી સાથે છે.'

એક અનુમાન તેવું રહ્યું છે કે, જો હસીના સામેના આ આરોપો પૂરવાર થાય તો તેઓને ફાંસીની સજા થઈ શકે, પરંતુ હસીના તે સામે ડીફાચન્ટ જ રહ્યાં છે, જરા પણ ઢીલાં પડયાં નથી.

૭૮ વર્ષનાં આ વિરાંગના ઉપર તેઓની ગેરહાજરીમાં (ઈન-એબ્સન્શીયા) કેસ ચલાવવામાં આવી રહ્યો છે. તેઓને હાજર થવા 'સમન્સ' જારી કરાયો હતો, પરંતુ તેઓ અત્યારે નવી દિલ્હીમાં અજ્ઞાાત સ્થળે ભારતના રાજ્યાશ્રયમાં છે. તેઓ ઉપરાંત તે સમયના તેમના મંત્રીમંડળમાં ગૃહમંત્રી પદે રહેલા સંસદ ઉઝ-ઝમાનખાન કમાલ ઉપર પણ સમન્સ તેઓ સુધી પહોંચી શક્યા નથી. કારણ કે તેઓ અજ્ઞાાત સ્થળે છે. તેથી તેઓની ઉપર તેઓની ગેરહાજરીમાં કેસ ચલાવાઈ રહ્યો છે.

આ પછી પત્રકારોને શેખ હસીનાએ કહ્યું હતું, 'ગમે તે ચુકાદો આવે મને તેની પરવાહ નથી અલ્લાહ મારી સાથે છે.' આ ઉપરાંત તેઓએ યુનુસ સરકાર ઉપર દેશમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાવવાનો આક્ષેપ મુકતાં કહ્યું હતું કે, તે દેશમાં અંધાધૂંધી અને અરાજકતા ફેલાવે છે. આવામી લીગના બે-ગુનાહ કાર્યકરોની ધરપકડ કરાઈ રહી છે. તેમના વકીલોને પણ ત્રાસ આપવામાં આવે છે, પત્રકારોને પણ ત્રાસ આપવામાં આવે છે. તેઓએ વધુમાં વધુ કહ્યું હતું કે તેમની સરકારે તો ૧૦ લાખથી વધુ રોહીંગ્યાઓને આશ્રય આપ્યો હતો. આ સાથે તેઓએ યુનુસ સરકાર ઉપર છળ-કપટ કરવાના, બનાવટ કરવાના અને માનવ-અધિકાર-ભંગના આક્ષેપો મુક્યા હતા. તેઓએ તેમના પિતાશ્રીએ સ્થાપેલા પક્ષ આવામી લીગના કાર્યકરોને પોતાના વિષે ગમે તે ચુકાદો આવે તો પણ શાંત રહેવા અનુરોધ કર્યો હતો.