કેરેબિયન દેશો પર એલ્સા વાવાઝોડાનો કેર, ત્રણનાં મોત
હૈતી, જમાઇકા, ડોમિનિકન રિપબ્લિક સહિતના
વાવાઝોડું હવે ક્યુબા અને ત્યારબાદ અમેરિકાના ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા
પોર્ટ-ઓ-પ્રિન્સ (હૈતી) : કેરેબિયન દેશો પર અત્યારે એલ્સા વાવાઝોડાએ કેર મચાવ્યો છે અને છેલ્લાં ચોવીસ કલાકમાં ત્રણ લોકોના મોત થાય છે. આ મોત હૈતી, ડોમિનિકલ રિપબ્લિક અને જમાઇકા સહિતના ટાપુ દશો પર એલ્સાના કારણે મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે અને ઘણાં ઘરોની છત અને અન્ય વસ્તુઓ હવામાં ઉડવાના બનાવો પણ નોંધાયા છે.
એલ્સા વાવાઝોડું હવે ક્યુબા અને અમેરિકાના ફ્લોરિડાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. કેરેબિયન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી દ્વારા જાહેર કરાયેવી વિગતો પ્રમાણે પૂર્વ કેરેબિયન દેશો પર એલ્સાએ સૌથી વધુ વિપરિત અસર કરી છે.
બાર્બાડોઝમાં અત્યારસુધીમાં 1100 લોકોના ઘરોમાં એટલું નુકસાન થયું છે કે તેઓ ઘરમાં રહી શકે તેમ નથી અને 62 મકાનો સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે. જમાઇકમાં આજે આ વાવાઝોડું 280 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટક્યું છે.
હાલ સ્થાનિક સરકાર આ લોકોને કામચલાઉ ફંડ આપી રહી છે જેમાંથી તેઓ થોડુંઘણું રિપેરિંગ કરાવી શકે જેથી મહામારીની પરિસ્થિતિમાં શેલ્ટર હોમમાં વધુ ભીડ એકઠી ન થાય. હવે આ વાવાઝોડું વધુ મજબૂત બની ક્યુબા પર ત્રાટકે તેવ આગાહી છે અને ત્યારબાદ દક્ષિણ અમેરિકાના ટાપુઓ પરથી પસાર થઇ ફ્લોરિડાના દરિયાકાંઠે અસર કરે તેવી આગાહી છે.