Get The App

VIDEO: અમેરિકામાં દુર્ઘટના: ટેક ઓફ બાદ ગોળ ગોળ ફરતું હેલિકોપ્ટર જમીન પર પટકાતા ક્રેશ

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: અમેરિકામાં દુર્ઘટના: ટેક ઓફ બાદ ગોળ ગોળ ફરતું હેલિકોપ્ટર જમીન પર પટકાતા ક્રેશ 1 - image

Helicopter Crash: અમેરિકાના લોસ એન્જલસ નજીક આવેલા હંટીંગ્ટન બીચ પર એક હેલિકોપ્ટર ક્રેશ થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે, જેમાં હેલિકોપ્ટરમાં સવાર બે અને ત્રણ રાહદારીઓનો સમાવેશ થાય છે. અકસ્માતનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.


કેવી રીતે અકસ્માત સર્જાયો?

અહેવાલો અનુસાર, આ અકસ્માત શનિવારે પેસિફિક કોસ્ટ હાઇવે (PCH) અને હંટીંગ્ટન સ્ટ્રીટ પર થયો હતો. હેલિકોપ્ટરે ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં તે નિયંત્રણ બહાર થઈ ગયું હતું. નિયંત્રણ ગુમાવ્યા બાદ હેલિકોપ્ટર ગોળ ગોળ ફર્યું, એક ઝાડ સાથે અથડાયું અને પછી પેસિફિક કોસ્ટ હાઇવે પર ક્રેશ થયું હતું. હંટીંગ્ટન બીચ પોલીસ વિભાગ અને હંટીંગ્ટન બીચ ફાયર વિભાગે તુરંત સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને 'NO ENTRY' અંગે તાલિબાને કહ્યું - અમે નહોતા રોક્યા

પોલીસના જણાવ્યાનુસાર, હેલિકોપ્ટરમાં સવાર બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. રસ્તા પર રહેલા ત્રણ રાહદારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પાંચેય લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર એક વ્યક્તિ આ દુર્ઘટનામાંથી આબાદ બચી ગયો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.