'બ્લેક-ડેથ' બફેલોનો શિકાર કરવા જતાં શિકારી પોતે જ 1.3 ટનના પ્રચંડ પાડાનો શિકાર બન્યો
- દક્ષિણ આફ્રિકાના જંગલમાં પાડા ભયંકર હોય છે
- 52 વર્ષના અબજપતિ એશર વોટકિન્સ બ્લેક ડેથ ઉપનામથી કુખ્યાત તેવા કેપ-બફેલોનો શિકાર કરવા ગયો, પરંતુ પાડાએ સામો હુમલો કરતાં મોતને ભેટયો
જોહાનિસબર્ગ : અમેરિકાનો ૫૨ વર્ષના અબજપતિ એશર વોટકિન્સ ટ્રોફી-હન્ટર હતો. તેને વેકેશનમાં વિવિધ દેશોના જંગલોમાં જઈ પ્રાણીઓનો શિકાર કરવાનું વ્યસન થઈ ગયું હતું. દક્ષિણ આફ્રિકાનાં જંગલોમાં વિચરતા ખૂંખાર પાડાનો શિકાર કરવાની ઇચ્છા થઈ. તે ૫૦,૦૦૦ એકરનાં બોમ્બીસાના જંગલ વિસ્તારમાં જઈ પહોંચ્યો. દક્ષિણ આફ્રિકાનાં લિમ્પોઓ પ્રાંતમાં આવેલા આ જંગલ વિસ્તારના પાડા ખૂંખાર હોય છે. દર વર્ષે આશરે ૨૦૦ જેટલા લોકો તેના શિંગડાના ભોગ બને છે. તે ભોગ બનેલાઓમાં શિકારીઓ પણ આવી જાય છે.
આ વોકિન્સે ટેકસાસમાં રેન્ચો વેચવાની દલાલીમાંથી જ અઢળક સંપતિ મેળવી હતી. તે દર વર્ષે જુદા જુદા સ્થળોએ જતો તે રીતે તે લિમ્પોઓ પ્રાંતના બોમ્બીસાના વિસ્તારમાં જઈ પહોંચ્યો, તેની સાથે એક ગાઇડ અને એક નોકર પણ હતો. આ બ્લેક-ડેથ પાડાને જોઈ તે બંનેને પાછળ રાખી તે પાડાનો શિકાર કરવા આગળ વધ્યો અને બંદૂક ખભે ચઢાવી ગોળીબાર કરે ત્યાં તેના પગલાનો અવાજ સાંભળી તે ૧.૩ ટનનો પાડો ધસી આવ્યો તેને ઢીંકે ચઢાવી છૂંદો કરી નાખ્યો.
સફારી વેબસાઇટે આ સમાચાર વહેતા મુકયા તેમાં કહ્યું કે, આફ્રિકામાં સૌથી ખતરનાક તેવા આ પાડા છે. તેઓ દર વર્ષે આશરે ૨૦૦નો ભોગ લે છે. ગાઇડ કે પૂરા શસ્ત્રો સિવાય તેમનો પીછો કરાય જ નહીં. તેના સાથી જેને હોટેલે જ મોકલ્યો હતો તે દક્ષિણ આફ્રિકાના જ વતની હાન્સ વેરમાકે બોમ્બીસાનાના જંગલમાં જ આવેલી હોટેલમાં તેની માતા તેના ભાઈ અને તેના સ્ટેપ ફાધરને આ સમાચાર આપ્યા હતા.
વાસ્તવમાં તેઓ રાત્રે ભવ્ય ડીનર યોજવા વિચારતા હતા. ત્યાં આ સમાચાર મળતા પડી ભાંગ્યા હતા. વેરમાર્કે માંડ શાંત રાખ્યા.