માનવતા મ્હોરી : ગાજામાં યુદ્ધની વિભિષિકા વચ્ચે ૧.૮૭ લાખ બાળકોને પોલિયોની રસી, 6 લાખનો લક્ષ્યાંક

મધ્ય ગાજામાં ૫૧૦ જેટલી ટીમો તૈનાત કરવામાં આવી હતી.

હવે પછીના પોલિયો અભિયાન માટે યુદ્ધ વિરામની તાતી જરુરિયાત

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
માનવતા મ્હોરી :  ગાજામાં યુદ્ધની વિભિષિકા વચ્ચે  ૧.૮૭ લાખ બાળકોને પોલિયોની રસી, 6 લાખનો લક્ષ્યાંક 1 - image


વોશિંગ્ટન,૫ સપ્ટેમ્બર,૨૦૨૪,ગુરુવાર 

સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા ગાજા પટ્ટીમાં યુધ્ધથી થયેલા વિનાશ વચ્ચે ૧૦ લાખથી ઓછી ઉંમરના ૧.૮૭ લાખ બાળકોને પોલિયોની રસી આપી છે. સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર આ અભિયાન હજુ આગળ વધીને ગાજાના દક્ષિણ ભાગોમાં શરુ થશે. ત્યાર બાદ ઉત્તર ક્ષેત્રમાં ચલાવાશે. કુલ ૬.૪૦ લાખ બાળકોને પોલીયોના બે ટીપા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના મહા નિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે પોલિયોના હવે પછીના અભિયાન માટે સ્થાનિક સ્તરે યુધ્ધવિરામ જરુરી છે. જો એમ નહી થાય તો ગાજાના બાળકોની સુરક્ષા મુશ્કેલીમાં મુકાશે. આ અભિયાન ૧૦ મહિના કેટલાક બાળકો આંશિક રીતે લકવાગ્રસ્ત થયા પછી શરુ કરવામાં આવ્યું હતું. યુનિસેફના બાલકોષના અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલિયો અભિયાન સફળ બનાવવા માટે મધ્ય ગાજામાં ૫૧૦ જેટલી ટીમો તૈનાત કરવામાં આવી હતી.

માનવતા મ્હોરી :  ગાજામાં યુદ્ધની વિભિષિકા વચ્ચે  ૧.૮૭ લાખ બાળકોને પોલિયોની રસી, 6 લાખનો લક્ષ્યાંક 2 - image

 જયારે ૪૦ હેલ્થ પાર્ટનર તરીકે ભાગ લઇ રહયા છે.૧૭ સ્વાસ્થ્ય સેવા કેન્દ્રો દ્વારા ટીકાકરણ અભિયાનનું સંચાલન કરવામાં આવ્યું છે. ગાજામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. છેલ્લા ૧૧ મહિનામાં હુમલાથી મહિલાઓ અને બાળકોના પણ કરુણ મોત થયા છે આવા સંજોગોમાં બાળકોનું દિઘાર્યુ અને સારા સ્વાસ્થ્ય માટે ચલાવાઇ રહેલા પોલિયો અભિયાનથી માનવતા મ્હોરી છે. 



Google NewsGoogle News