Get The App

માનવીય સહાય રાજકારણ કે યુદ્ધથી ઉપર છે, ગાઝા યુદ્ધ તત્કાળ બંધ કરાવવા ભારતનો અનુરોધ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
માનવીય સહાય રાજકારણ કે યુદ્ધથી ઉપર છે, ગાઝા યુદ્ધ તત્કાળ બંધ કરાવવા ભારતનો અનુરોધ 1 - image


- સંયુક્ત રાષ્ટ્રની એક સમિતિની બઠકમાં હરીશની સ્પષ્ટ વાત

- દ્વિ રાજ્યની સ્વીકૃતિ તે જ ઇઝરાયેલ પેલેસ્ટાઇનીયન સંઘર્ષનો સાચો ઉકેલ છે : સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય બેઠકમાં પી.હરીશનું સૂચન

યુ.એન : સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ અને રાજદૂત પી. હરીશ મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દ્વિ રાજ્ય વ્યવસ્થાની સ્વીકૃતિ તે જ ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધનો સાચો ઉકેલ છે.

ગાઝામાં મોકલાઈ રહેલ માનવીય સહાય અંગે પણ તેઓએ કહ્યું હતું કે માનવીય સહાય રાજકારણ કે યુદ્ધથી હંમેશાં ઉપર જ રહેવી જોઇએ.

સંયુક્ત રાષ્ટ્રોમાં અત્યારે ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય પરિષદ ધી પીસફુલ સેટલમેન્ટ ઓફ ધી ક્વેશ્યન ઓફ પેલેસ્ટાઇન એન્ડ ધી ઇમ્પ્લીમેન્ટેશન ઓફ ધી ટુ-સ્ટેટ સોલ્યુશનમાં ભારતનું મંતવ્ય રજૂ કરતાં પી.હરીશે કહ્યું કે તે અંગે ચર્ચા કરવી જ હોય તો તે હેતુપુર: સરની કરવી જોઇએ અને બંને પક્ષો સરળતાથી મળી શકે તેવું પર્યાવરણ ઉપસ્થિત કરવું જોઇએ.

આ પરિષદમાં તેઓએ ગાઝા પટ્ટીમાં ઉપસ્થિત થયેલી માનવીય કટોકટી વિષે કહ્યું કે તે કટોકટીનો જાણે કે કાંઈ અંત જ દેખાતો નથી. અત્યારે તો ત્યાં જીવન ટકાવવા માટે પણ માનવીય સહાય અનિવાર્ય છે અને તે સહાય રાજકારણ કે સંઘર્ષથી પર રહેવી જોઇએ. તે સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી. આ સાથે ભારતીય પ્રતિનિધિએ ગાઝામાં નિર્બંધ માનવીય સહાયનો સ્ત્રોત વહેવડાવવા પણ તે સમિતિમાં અનુરોધ કર્યો હતો. સાથે કહ્યું હતું કે આ યુદ્ધનો અંત લાવવા માટે જે કોઈ પ્રયત્નો કરી રહ્યા છે તેઓના પ્રયાસોની અમે સરાહના કરીએ છીએ.

Tags :