Indian Deportation: તમને પણ એક પ્રશ્ન થતો હશે કે દુનિયામાં કયા દેશે પોતાનાના દેશમાંથી ભારતીયોને બહારવટો આપ્યો એટલે કે હાંકી કાઢ્યા, તમને હશે કે અમેરિકા પણ તમે ખોટા છો! ભારતીયોને ડિપોર્ટ કરવામાં સૌથી વધુ અમેરિકા નહીં પણ મુસ્લિમ દેશ સાઉદી અરબ પ્રથમ નંબરે છે. રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર આંકડાની જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ વર્ષ 2025માં 81 દેશોમાંથી 24,600થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા. જેમાં સૌથી વધુ અમેરિકામાંથી નહીં પણ સાઉદી અરબમાંથી છે. સાઉદીએ એક વર્ષમાં 11,000થી વધુ ભારતીયોનો દેશ નિકાલ કર્યો!
ટ્રમ્પ પ્રશાસનના વલણની અસર
સાઉદી અરબની સાથે સરખામણીમાં અમેરિકાએ વર્ષ 2025માં 3800 ભારતીયોને ડિપોર્ટ કર્યા તેમાંથી મોટા ભાગના ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારી હતા, રિપોર્ટ મુજબ આ સંખ્યા પાછલા પાંચ વર્ષમાં દેશમાંથી ડિપોર્ટ કરવામાં આવેલા લોકોની તુલનામાં સૌથી વધુ છે. એક્સપર્ટનું અનુમાન છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લગાવેલા કડક નિયમો, દસ્તાવજો, વિઝા સ્ટેટ્સ, કાર્ય પરવાનગી, ઓવરસ્ટેમાં વધેલી તપાસના કારણે છે
વર્ષ 2025માં કયા દેશોમાંથી કેટલા ભારતીય ડિપોર્ટ કરાયા?
- સાઉદી અરબ- 11,000
- અમેરિકા- 3,800
- મ્યાનમાર- 1,591
- UAE-1,469
- મલેશિયા- 1,485
- બહેરીન- 764
- થાઈલેન્ડ-481
- કમ્બોડિયા-305
ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં કયો દેશ અવ્વલ?
જો અમેરિકાની વાત કરીએ તો વિઝા માન્યતા પૂર્ણ થઈ ગઈ હોવાના કારણે સૌથી વધુ વોશિંગ્ટન ડીસીમાંથી (3414) અને હ્યુસ્ટન (234)થી ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા, તો બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં યુકે એટલે કે બ્રિટન પહેલા નંબરે છે. જ્યાં વર્ષ 2025માં 170 વિદ્યાર્થીઓને ઘર મોકલી દેવામાં આવ્યા, તે બાદ ઓસ્ટ્રેલિયામાંથી (114), રશિયા (82) અને US (45)નો નંબર આવે છે.
તેલંગાણા સરકારના NRI સલાહકાર સમિતિના ઉપ પ્રમુખ મુજબ ખાડી દેશોમાં એક પેટર્ન મુજબ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવે છે. જેમાં ભારતમાંથી મોટી સંખ્યામાં ત્યાં મજૂર કામ કરવા માટે જાય છે ત્યાં ઘણા લોકો નોકર તરીકે પણ કામ કરે છે. તેથી ઓછા કુશળ મજૂર જે એજન્ટો દ્વારા લાવવામાં આવે છે. તે ઘણી વખત વધારે પૈસા કમાવવાની લાલચમાં નાના મોટા ગુનાઓ આચરે છે. ઘણી વખત એજન્ટોની છેતરપિંડીનો શિકાર પણ લોકો બને છે. જે બાદ પોલીસ તેમને પકડીને ડિપોર્ટ કરે છે. તો બીજી તરફ મ્યાનમાર અને કમ્બોડિયામાં ડિપોર્ટની રીત ઘણી અલગ છે ત્યાં સાઈબર ગુલામી સાથે મોટા ભાગના કિસ્સાઓ જોડાયેલા છે. ભારતીયોને મોટા પગારવાળી નોકરીઓની લાલચ આપવામાં આવે છે જે બાદ તેમણે ફસાવવામાં આવે છે. અને ગેરકાયદેસર કામો કરવા માટે દબાણ કરવામાં આવે છે. બાદમાં તેમની ધરપકડ કરીને ડિપોર્ટ કરી દેવાય છે.


