- શુભાંશુએ વિડીયો કેપ્શનમાં લખ્યું : 'લેટ અસ ગેટ સ્પિનિંગ'
- કેટલાંક વિશિષ્ટ મશીનો છે જેમાં એસ્ટ્રોનોટસને સતત ઘૂમાવાય છે સ્પેસમાં જુદી જુદી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે
ન્યૂયોર્ક : ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુકલએ એસ્ટ્રોનેટસને અપાતી કઠોર તાલિમની એક ઝલક દર્શાવી છે. તેમણે મલ્ટી-એક્સિસ ટ્રેનર (મેટ) સ્પેસ સેન્ટરથી એક વિડીયો શેર કર્યો છે, જેમાં શુભાંશુ કેટલાક વિશિષ્ટ મશીનો સાથે જોવા મળે છે. તે પૈકી એક મશીન એવું છે કે જેમાં એસ્ટ્રોનોટ્સને સતત ઘૂમાવવામાં આવે છે. વાસ્તવમાં સ્પેસમાં જુદા જુદા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેથી ખૂબ કડક ટ્રેનિંગ અપાય છે. તેમણે જે વિડીયો ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે, તેનું કેપ્શન છે - 'લેટ્સ-ગેટ-સ્પિનિંગ'.
વિડીયોમાં એકવોમિટ કોમેટ ચેર દેખાય છે. તે એક પ્રકારનું સિમ્યુવેટર છે. તેમાં ટ્રેનિંગ લઈ અંતરિક્ષ યાત્રી સ્પેસમાં બની શકે તેવી ઘટનાઓ અનુભવી શકે છે. તેમાં ૩ રિંગ હોય છે, જે ઘૂમ્યા જ કરે છે. જ્યારે એસ્ટ્રોનોટને પોતાની સીટ સાથે બંધાયેલો હોય છે, તો રિંગ અનેકવિધ દિશામાં ઘૂમે છે. તે એટલા માટે કરાય છે કે, ક્યારેક અંતરિક્ષયાન અસ્થિર થઈ જાય તો તે દરમિયાન થનારો અનુભવ કેવો હોય તે એસ્ટ્રોનોટ જાણી શકે. તે સ્થિતિમાં પણ તે પોતાની જાત ઉપર કાબુ રાખી શકે અને ધ્યાન કેન્દ્રિત કરી શકે.
અંદરની માહિતી આપતાં શુભાંશુ શુકલએ કહ્યું હતું કે, 'હું માર્શલ સ્પેસ ફલાઇટ સેન્ટરનાં મેટમાં છું.' આ ટ્રેનરનો ઉપયોગ મર્કરી એસ્ટ્રોનોટસને ઓર્બિટનો અનુભવ આપવા માટે કરાય છે.
આ પછી તેઓએ કહ્યું નીલ આર્મસ્ટ્રોંગને જૈમિની-૮-ના મિશન સમયે આવી સમસ્યાઓ આવી હતી, ત્યારે થ્રસ્ટરમાં સમસ્યા થવાને લીધે ઘણ ઘણ ઘૂમાવ થઈ રહ્યા હતા, તેથી મે મેન્યુઅલ રીતે સ્પેસ-ક્રાફ્ટ પર નિયંત્રણ કર્યું હતું.


