બ્રાઝિલમાં હૉટ એર બલૂન આગ લાગ્યા બાદ ક્રેશ; 8 લોકોના મોત, 13 ઈજાગ્રસ્ત
Hot-air balloon crashes in Brazil: બ્રાઝિલમાં હૉટ એર બલૂન ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. જ્યારે અન્ય કેટલાક ઈજાગ્રસ્ત થયા છે.
13 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
મળતી માહિતી અનુસાર, બ્રાઝિલના સેન્ટા કેટેરિનાના ગવર્નર જોર્ગિનો મેલોએ X પર માહિતી આપતા લખ્યું કે, 'શનિવાર સવારે બનેલી દુર્ઘટનામાં હૉટ એર બલૂનમાં 22 લોકો સવાર હતા. ઘટના સ્થળ પર રાહત અને બચાવની ટીમ પહોંચી ચૂકી છે. બે લોકોને બચાવી લેવાયા છે. આ દુર્ઘટનાથી સૌકોઈ દુઃખી છે.' ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર 13 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.