Get The App

જાણીતી રેસ્ટોરન્ટને એક મરેલો ઉંદર પડ્યો 1300 કરોડ રૂપિયામાં

Updated: Sep 15th, 2018

GS TEAM

Google News
Google News
જાણીતી રેસ્ટોરન્ટને એક મરેલો ઉંદર પડ્યો 1300 કરોડ રૂપિયામાં 1 - image

બિજિંગ, તા. 15. સપ્ટેમ્બર 2018 શનિવાર

ચીનની જાણીતી રેસ્ટોરન્ટ ચેઈનને એક મરેલો ઉંદર 1300 કરોડ રૂપિયામાં પડ્યો છે.

વાત એવી છે કે ચીનમાં શિઆબૂ શિઆબૂ નામની જાણીતી રેસ્ટોરન્ટની સંખ્યાબંધ શહેરોમાં શાખાઓ છે. આ રેસ્ટોરન્ટ શેરબજારમાં પણ લિસ્ટેડ છે. રેસ્ટોરન્ટની શેનડૂંગ નામના પ્રાંતમાં આવેલી બ્રાન્ચમાં 6 સપ્ટેમ્બરે જમવા માટે ગયેલી મહિલાના સુપમાંથી મરેલો ઉંદર નિકળ્યો હતો.

જેના પગલે રેસ્ટોરન્ટમાં ઉહાપોહ છવાઈ ગયો હતો.જોકે રેસ્ટોરન્ટના સંચાલકોએ આ ગર્ભવતી મહિલાની સાથે અપમાનજનક વહેવાર કર્યો હતો.જ્યાર મહિલા અને તેના પતિએ ગર્ભમાં રહેલા બાળકનુ સ્વાસ્થ્ય ખરાબ થશે તેવી બીક વ્યક્ત કરી ત્યારે રેસ્ટોરન્ટે ગર્ભપાત કરાવવા માટે 3000 ડોલર આપવાની ઓફર કરતા મહિલા અને તેના પતિ ભડક્યા હતા.

એ પછી સુપમાંથી નીકળેલા ઉંદરની તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી.જેના કારણે શિઆબૂ-શિઆબૂ રેસ્ટોરન્ટના શેરના  ભાવ ગગડવા માંડ્યા હતા.બીબીસીના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં આ રેસ્ટોરન્ટના શેરના ભાવમાં 19 કરોડ ડોલર એટલે કે લગભગ 1300 કરોડ રુપિયાનુ ધોવાણ થયુ છે.