Get The App

આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિને નેશનલ હીરોનું સન્માન, લોકોએ કેમ કર્યો વિરોધ?

એક ભવ્ય સમારોહ યોજવામાં આવતા લોકો ગુસ્સે ભરાયા હતા.

માનવાધિકારોનું ઉલંઘન અને ભાઇ ભત્રીજાવાદના આરોપ લાગ્યા હતા.

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિને નેશનલ હીરોનું સન્માન, લોકોએ કેમ કર્યો વિરોધ? 1 - image

જકાર્તા,૧૦ નવેમ્બર,૨૦૨૫,સોમવાર 

સામાન્ય રીતે બેકારી અને બેરોજગારી જેવા મુદ્વે યુવાઓ રસ્તા પર આવીને પ્રદર્શનો કરતા હોય છે પરંતુ ઇન્ડોનેશિયામાં પૂર્વ દિવંગત રાષ્ટ્રપતિ સુહાર્તોને નેશનલ હિરોનું સન્માન આપવાના વિરોધમાં લોકો દેખાવો કર્યા છે. આ સન્માન માટે એક ભવ્ય સમારોહ યોજવામાં આવતા લોકો ગુસ્સે ભરાયા હતા. સન્માન કાર્યક્રમમાં સુહાર્તોના જમાઇ અને વર્તમાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો પણ મૌજુદ હતા. રોયટર્સ  અહેવાલ અનુસાર પૂર્વ રાષ્ટ્પતિને મરણોપરાંત સન્માનમાં ઉલ્લેખ કરાયો હતો કે સુહાર્તો મધ્ય જાવા પ્રાંતના એક પ્રમુખ વ્યકિત અને સ્વાતંત્રતા સંગ્રામ સેનાની તરીકે વિશિષ્ટ રહયા છે. 

આ ઉપરાંત રાષ્ટ્રપતિએ સુહાર્તોના પુત્ર  અને પુત્રીઓનું પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુહાર્તોએ ઇન્ડોનેશિયામાં ૩ દાયકા કરતા પણ વધુ સમય સુધી રાજ કર્યુ હતું. તેમણે ૧૯૬૭માં ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણો પાસેથી સત્તા છીનવીને ખુદને ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા. ૧૯૯૮માં એક મોટા પ્રદર્શન પછી તેમને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. સુહાર્તોના શાસનકાળમાં મોટા પાયા પર માનવાધિકારોનું ઉલંઘન અને ભાઇ ભત્રીજાવાદના આરોપ લાગ્યા હતા. સુહાર્તોને નેશનલ હીરોનું સન્માન આપવાની વાત થઇ ત્યારથી વિરોધ શરુ થઇ ગયો હતો. સુહાર્તોએ લાંબા સમય સુધી શાસન કર્યુ પરંતુ તેમની ખરડાયેલી છબી જોતા સન્માન ના થવું જોઇએ એના માટે ૧૬ હજારથી વધુ લોકોએ ઓનલાઇન અરજી પર હસ્તાક્ષર કર્યા હતા.