હોંગકોંગ અગ્નિકાંડમાં 80 મોતની પુષ્ટિ, 300થી વધુ હજુ ગુમ; જુઓ ભયાવહ દૃશ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Deadly Fire in Hong Kong Housing Complex Leaves 55 Dead : હોંગકોંગમાં કોમ્પલેક્ષમાં આગ લાગતાં અત્યાર સુધીમાં 80થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય 300 લોકો હજુ પણ ગુમ છે. આ હોંગકોંગના ઇતિહાસનો સૌથી મોટો અગ્નિકાંડ છે. ચીની મીડિયાના અહેવાલ અનુસાર 70 ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં 16ની હાલત અત્યંત ગંભીર છે. વાંગ ફુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આ કોમ્પલેક્ષમાં કુલ આઠ બ્લોકમાં બે હજારથી વધુ ફ્લેટ છે. આગ ઓલવવા માટે 800 ફાયરફાઇટર્સ ઘટનાસ્થળે તૈનાત છે.

રિનોવેશન માટે બાંધેલા વાંસના કારણે આગ ફેલાઈ
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ સ્થાનિક મીડિયા અનુસાર કોમ્પલેક્ષની આસપાસ રિનોવેશનનું કામ ચાલુ હોવાના કારણે આગ લાગી હતી. બિલ્ડિંગમાં રિનોવેશન માટે વાંસનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. કન્સ્ટ્રક્શન કંપનીના બે ડાયરેક્ટર સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ માટે વિશેષ ટીમ બનાવાઈ
સમગ્ર મામલે ચીનના પ્રમુખ શી જિનપિંગે રિપોર્ટ માંગ્યો છે. દુર્ઘટના બાદ 900 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકોને કેમ્પમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. તપાસ માટે એક વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે. હજુ પણ આગ ઓલવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 60થી વધુ ઍમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે.

આગ ઓલવવામાં હજુ સુધી સંપૂર્ણ સફળતા નથી મળી
10 કલાકની સતત મહેનત પછી અગ્નિશામકો સાતમાંથી ત્રણ ઇમારતોમાં આગ ઓલવવામાં સફળ થયા છે. જોકે, ચાર ઇમારતો હજુ પણ આગમાં લપેટાયેલી છે. આગમાં બચી ગયેલા રહેવાસીઓને કામચલાઉ રહેઠાણમાં રહેવાની ફરજ પડી છે. આગ લાગી છે એ ટાવરમાંના મોટાભાગના ફ્લેટની તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે; કરોડોનું નુકસાન થયું છે.
જાનહાનિના મામલે હોંગકોંગના ઈતિહાસની સૌથી ભીષણ આગ-દુર્ઘટના
80થી વધુ લોકોનો જીવ લેનારી વાંગ ફુક કોર્ટમાં લાગેલી આ આગ હોંગકોંગના ઇતિહાસમાં સૌથી ઘાતક અગ્નિકાંડ તરીકે નોંધાઈ છે. આના પહેલાં 1996માં ગાર્લી બિલ્ડિંગમાં લાગેલી આગે 41 લોકોનો જીવ લીધો હતો. હોંગકોંગમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા બાંધકામ અને કડક મકાન નિયમોના અમલને કારણે આ પ્રકારની ભીષણ ઘટનાઓ દુર્લભ ગણાય છે. આ ઘટનાએ બાંધકામ સલામતી, અગ્નિ સુરક્ષા ધોરણો અને રહેણાંક સંકુલોમાં નિવારણાત્મક પગલાંઓ પર ફરી ધ્યાન આપવાની આવશ્યકતા ઊભી કરી છે.








