Get The App

હોમો ઇરેકટસ માનવ આળસુ હોવાથી નાશ થયો હતો

આ માનવ જાતિ પોતાને જળવાયુ પરીવર્તન ઢાળી શકી ન હતી

૧૯ લાખથી ૭૦ હજાર વર્ષ દરમિયાન જોવા મળતી હતી

Updated: Sep 24th, 2018

GS TEAM


Google News
Google News
હોમો ઇરેકટસ માનવ આળસુ હોવાથી  નાશ થયો હતો 1 - image

હોમો ઇરેકટસ હોમિનિડની એક વિલુપ્ત જાતિ છે જે પ્લીસ્તોસીન ભૂ વૈજ્ઞાનિક યુગના મોટા ભાગના સમયમાં અસ્તિત્વ ધરાવતો હતો. તેની શરુઆતના જીવાશ્મ ૧૯ લાખ પહેલા અને છેલ્લે ૭૦ હજાર વર્ષ પહેલાના મળે છે. હોમો ઇરેકટસ વિશે એવું માનવામાં આવે છે કે તેની ઉત્પતિ આફ્કિામાં થઇ હતી.ત્યાંથી વિસ્થાપિત થઇને યૂરેશિયા, જયોર્જીયા, ભારત, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા સુધી ફેલાયા હતા. હોમો ઇરેકટસના વર્ગીકરણ,વંશ અને તેના સંતાનો પર આજે પણ સંશોધનો ચાલે છે.

 હમણાં થયેલા એક સ્ટડી મુજબ પૃથ્વી પર વિચરતી આ માનવ જાત આળસ અને બદલાતા જતા જળવાયુ પરીવર્તનમાં પોતાને બદલી શકવાના કારણે નાશ પાંમી હતી. ઓસ્ટ્રેલિયામાં થયેલા એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રાચીન પાષ।ણકાળ યૂગમાં અરબ ઉપખંડમાં પ્રાચીન મનુષ્ય સંબંધી જાણકારી મેળવવા માટે થયેલા ખોદકામ દરમિયાન આ વિગતો બહાર આવી છે.

હોમો ઇરેકટસે ઓજારો બનાવવા માટેના સંશાધનો ભેગા કરવામાં ખૂબજ ઓછા પ્રયત્નો કરવા પડે તેવું માઇન્ડ સેટ કર્યુ હતું. ઓસ્ટ્રેલિયન નેશનલ યૂનિવર્સિટી (એએનયૂ)ના પ્રોફેસર કેરી શિપ્ટનના જણાવ્યા મુજબ હોમો ઇરેકટસ ખૂબ મહેનત કરવામાં નહી માનતી પ્રજાતિ હતી. તેમની પાસે નવાઇ ઉપજે તેવા સંશોધનો કરવાની આવડત ન હતી.આ ખામી જ તેમના અસ્તિત્વને જોખમમાં મુકયું હોવાનું અનુમાન છે.


Tags :