Get The App

બાંગ્લાદેશનાં ગાઝીપુરમાં હિન્દુ વેપારીની માથામાં પાવડો મારી હત્યા : ત્રણની ધરપકડ

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશનાં ગાઝીપુરમાં હિન્દુ વેપારીની માથામાં પાવડો મારી હત્યા : ત્રણની ધરપકડ 1 - image

ફેબુ્ર.ની ચૂંટણીમાં લઘુમતિઓ મત આપી જ ન શકે તેવી સાજીશ

બાંગ્લાદેશ હિન્દુ, બુદ્ધિસ્ટ, ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સીલ  (મ્લ્લમ્ભેંભ)નો આક્ષેપ છે કે ફેબુ્રઆરી ૧૨મીની સંસદીય ચૂંટણી પૂર્વે લઘુમતિઓ પર હુમલા વધી રહ્યા છે

ઢાકા: બાંગ્લાદેશમાં લઘુમતિઓ ઉપર સતત હુમલા થઈ રહ્યા છે તે પૈકી શનિવારે સાંજે એક હિન્દુ વેપારીની હત્યા કરાઈ છે, મૃતકનું નામ 'લિનોનચંદ્ર ઘોષ' હોવાનું જાણવા મળ્યું છે. તે બોઈશાખી સ્વીટ મીટ એન્ડ હોટેલનો માલિક હતો.

ગાઝીપુર જિલ્લાંનાં કાવિગંજના બોરો-નાગોર રોડ ઉપર પોતાની દુકાન ધરાવતો હતો. ૫૫ વર્ષના આ વેપારીને સ્થાનિક લોકો 'કાલી'ના નામથી બોલાવતા હતા. કેટલાક રાસ્કલ્સે તેના માથામાં પાવડો મારી તેની હત્યા કરી હતી. પોલીસે આ અંગે ત્રણની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લાં ૨૪ કલાકમાં બીજા હિન્દુની હત્યા કરવામાં આવી છે. શુક્રવારે વધુમાં જાણવા મળ્યું છે કે તે દુકાનદારના એક કર્મચારી ઉપર હુમલો થયો હતો તેને બચાવવા જતાં વેપારીની હત્યા કરાઈ હતી. ગોપાલંદો મોર શહેરમાં આવેલાં 'કરીમ-ફીલીંગ-સ્ટેશન'માં એક મોટરિસ્પે ૫૦૦૦ ટકા (આશરે રૂા. ૩,૭૧૦)નું પેટ્રોલ ભરાવ્યું હતુ પછી પૈસા આપ્યા વિના જ તેણે મોટર ચલાવી ત્યારે તે પેટ્રોલ પંપનો ૩૦ વર્ષનો કામદાર રીમોન સહા મોટરની આડે ઉભો રહ્યો. પરંતુ તે એસ.યુ.વી. વાળાએ તેની ઉપર જ મોટર ચલાવતાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે તે એસ.યુ.વી. કબ્જે કરી છે, અને મોટરના માલિક અબ્દુલ હસન (૫૫) અને ડ્રાઇવર કમાલ હુસૈન (૪૩)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો કેસ દાખલ કર્યો છે.

બાંગ્લાદેશના કટ્ટરવાદી નેતા, શરીફ ઓસ્માન હાઈની હત્યા થયા પછી બાંગ્લાદેશમાં લઘુમતિઓ ઉપર હુમલાઓ વધી ગયા છે. ગત વર્ષે ડીસેમ્બર મહીનામાં જ આવી ૫૧ ઘટનાઓ બની હતી. નિરીક્ષકો કહે છે કે આ રીતે લઘુમતિઓને ડરાવી તેઓ ૧૨ ફેબુ્ર.એ યોજાનારી સંસદીય ચૂંટણીમાં મતદાન કરતાં ડરે અને મતદાન ન કરે તે જ તે પાછળ હેતુ હોઈ શકે. આ હુમલાઓ સામે બાંગ્લાદેશ હિન્દુ બુદ્ધિસ્ટ ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સીલ (બી.એચ.બી. સી.યુ.સી.) રચવામાં આવી છે. તેનો આક્ષેપ છે કે, ફેબુ્ર. ૧૨ની સંસદીય ચૂંટણી પહેલાં દેશમાં લઘુમતિઓ ઉપર હુમલા વધી રહ્યાં છે. જેથી ડરના માર્યા તેઓ મતદાન કરવા જ જઈ ન શકે.