Get The App

અમેરિકામાં તોફાની બરફ વર્ષા : 2100 ફ્લાઈટ રદ

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં તોફાની બરફ વર્ષા : 2100 ફ્લાઈટ રદ 1 - image

- ક્રિસમસની રજાઓમાં બરફના વાવાઝોડાએ જનજીવન ખોરવ્યું

- વિન્ટર સ્ટોર્મ ડેવિનના કારણે ન્યૂયોર્કથી ફિલાડેલ્ફિયા સુધી છ કરોડ લોકો પર અસર થશે : 22,350થી વધુ ફ્લાઈટ વિલંબમાં મૂકાઈ

બોસ્ટન : અમેરિકામાં ઉત્તર-પૂર્વમાં બરફના તોફાન સાથે વાવાઝોડું ત્રાટકશે, જેને પગલે ૮ ઈંચ સુધી બરફ પડી શકે છે, જેથી ક્રિસમસની રજા પછીના વીકએન્ડમાં જનજીવન ખોરવાઈ શકે છે. ન્યૂયોર્કથી ફિલાડેલ્ફિયા સુધીમાં ૬ કરોડ લોકો પર વિન્ટર સ્ટોર્મ ડેવિનના અસરની શક્યતા છે. આ વાવાઝોડાના કારણે રજાઓના પીક ટ્રાવેલ સમયે એરલાઈન્સે ૨૧૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી અથવા ૨૨,૩૪૯થી વધુ ફ્લાઈટ વિલંબથી ચાલી રહી છે જ્યારે અનેક રાજ્યોમાં હિમવર્ષાની આશંકાથી કમર્શિયલ માર્ગ વાહન-વ્હવહાર અટકાવી દેવાયો છે. ન્યૂ જર્સી, પેન્સિલવેનિયાએ વાહન વ્યવહાર પર નિયંત્રણો નાંખી દીધા છે.

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેર મુજબ સમગ્ર અમેરિકામાં એરલાઈન્સે શુક્રવારે હજારો ફ્લાઈટ્સ રદ કરી અથવા વિલંબથી ચલાવી હતી. અમેરિકામાં ગ્રેટ લેક્સથી લઈને ઉત્તર-પૂર્વ સુધી હવામાન ખતરનાક બનતા મોટા એરપોર્ટ્સ પર કામકાજમાં અવરોધો ઊભા થાય હતા. હવામાન વિભાગે શુક્રવારથી લઈને રવિવાર સુધી બરફીલા તોફાનની આગાહી કરી છે. ન્યૂયોર્ક સિટીમાં વર્ષ ૨૦૨૨ બાદ વિક્રમી સ્તરે બરફ પડવાની આશંકા છે. ગવર્નર કેથી હોચુલે શુક્રવારે કહ્યું કે, ઈમર્જન્સી જાહેરાત મુજબ પ્રતિ કલાક બે ઈંચથી વધુ વરસાદ પડી શકે છે.

વિન્ટર સ્ટોર્મ ડેવિનના કારણે ન્યૂ યોર્ક, ન્યૂ જર્સીએ ઈમર્જન્સી જાહેર કરી છે. ન્યૂયોર્કના ગવર્નર કાથી હોચુલેએ અડધા રાજ્યમાં ઈમર્જન્સી જાહેર કરી છે. એ જ રીતે ન્યૂ જર્સીના કાર્યકારી ગવર્નર તાહેશા વેએ જોખમી શિયાળુ તોફાનના કારણે સંપૂર્ણ રાજ્યમાં ઈમર્જન્સી જાહેર કરી છે. લોકોને જરૂર ના હોય તો ઘરની બહાર નહીં નીકળવા ચેતવણી અપાઈ છે.

નેશનલ વેધર સર્વિસના સ્ટોર્મ પ્રિડિક્શન સેન્ટરે તેની સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું હતું કે, અપસ્ટેટ ન્યૂયોર્કથી લઈને ન્યૂયોર્ક સિટી અને લોન્ગ આઈલેન્ડ સહિત ટ્રાઈ-સ્ટેટ એરિયા સુધી શનિવારે મોડી રાત સુધી ૪થી ૮ ઈંચ બરફ પડી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ નેવાર્ક લિબર્ટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, જ્હોન એફ. કેનેડી એરપોર્ટ, લા ગાર્ડિયા એરપોર્ટ અને ડેટ્રોઈટ મેટ્રોપોલિટન વેન કાઉન્ટી એરપોર્ટ જેવા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના એરપોર્ટ્સે પણ સોશિયલ મીડિયા પર અગાઉથી જ પોસ્ટ કરીને પ્રવાસીઓને સંભવિત વિલંબ અથવા ફ્લાઈટ કેન્સલેશન અંગે ચેતવણી આપી દીધી હતી. જોકે, એરલાઈન્સે અસરગ્રસ્ત પ્રવાસીઓને તેમના પ્રવાસની તારીખ બદલવા માટેના ચાર્જમાંથી મુક્તિ આપી છે.

જેટબ્લ્યુ એરવેઝે ૨૨૫ ફ્લાઈટ કેન્સર કરી છે, જે બધી જ એરલાઈન્સમાં સૌથી વધુ હતી. આ સિવાય ડેલ્ટા એરલાઈન્સે ૧૮૬, રિપબ્લિક એરવેઝે ૧૫૫, અમેરિકન એરલાઈન્સે ૯૬ અને યુનાઈટેડ એરલાઈન્સે ૮૨ ફ્લાઈટ્સ રદ કરી હતી. એક શક્તિશાળી બરફીલું તોફાન પૂર્વના કાંઠા તરફ આગળ વધી રહ્યું હોવાથી શુક્રવારે સંપૂર્ણ ઉત્તર-પૂર્વમાં બરફ અને ઠંડા પવનના તોફાનની ચેતવણી અપાઈ હતી.

હવામાન વિભાગે દક્ષિણી કનેક્ટિકટના કેટલાક ભાગો, ઉત્તર-પૂર્વ ન્યૂ જર્સી, પેન્સિલવેનિયાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ-પૂર્વીય ન્યૂયોર્કમાં ભારે હિમવર્ષાની ચેતવણી અપાઈ હતી, જ્યાં ૯ ઈંચ સુધી બરફ જામી ગયો હતો. નેશનલ વેધર સર્વિસે અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં, પશ્ચિમ દરિયા કાંઠાથી લઈને ઉત્તર-પૂર્વ અને અલાસ્કા સુધી વિન્ટર સ્ટોર્મની ચેતવણી અને એડવાઈઝરી જાહેર કરી હતી. હવામાન વિભાગે કહ્યું કે, કેલિફોર્નિયાના મોનો કાઉન્ટીમાં ૮,૦૦૦ ફૂટથી ઉપરના વિસ્તારોમાં ૧થી ૩ ફૂટ સુધી બરફ પડી શકે છે જ્યારે તેનાથી ઓછી ઊંચાઈના વિસ્તારોમાં અને યુએસ-૩૯૫ના કિનારે ૪થી ૧૨ ઈંચ બરફ પડવાની શક્યતા છે.

આ રાજ્યોમાં હિમવર્ષાની એલર્ટ જાહેર કરાઈ

હવામાન વિભાગે કેલિફોર્નિયા, નેવાડા, ઈડાહો, વ્યોમિંગ, કોલોરાડો, પેન્સિલવેનિયા, ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, અલાસ્કા, કનેક્ટિકટ, વોશિંગ્ટન, ઓરેગન, મોન્ટાના, યૂટા, મિનેસોટા, વિસ્કોન્સિન, મિશિગન, ઓહાયો, વેસ્ટ વર્જિનિયા, મેરીલેન્ડ, વર્જિનિયા, ડેલાવેર અને માસાચ્યુસેટ્સમાં ભારે હિમવર્ષા અંગે એલર્ટ જાહેર કરી છે.