Get The App

ચીનમાં તોફાનને પગલે ભારે વરસાદ : શાળાઓ બંધ, ફલાઇટો કેન્સલ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
ચીનમાં તોફાનને પગલે ભારે વરસાદ : શાળાઓ બંધ, ફલાઇટો કેન્સલ 1 - image


- વુટિપ તોફાન દક્ષિણ ચીન તરફ આગળ વધી રહ્યું છે 

- 108 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો : માલવાહક જહાજમાંથી ક્રૂના 12 સભ્યોને બચાવાયા

બેઇજિંગ : ચીનના હૈનાન દ્વીપના કેટલાક વિસ્તારોમાં ઉષ્ણકટીબંધીય તોફાનને કારણે પડેલા ભારે વરસાદને પગલે સત્તાવાળાઓએ હજારો લોકોને બચાવ્યા હતાં, શાળાઓ બંધ કરી દીધી હતી અને ફલાઇટો કેન્સલ કરી હતી. હવે આ તોફાન દેશના દક્ષિણ દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

એક ચાઇનીઝ ન્યૂઝ આઉટલેટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ફોટાઓમાં હૈનાનના એક લોકપ્રિય સમુદ્ર તટીય રિસોર્ટ સાન્યા શહેરમાં એક નિર્માણાધીન સ્થળ પર ધરાશયી થયેલા વૃક્ષો જોવા મળે છે.

સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર સાન્યામાં તમામ શાળાઓ, નિર્માણ સ્થળ અને પર્યટન માટેના સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે તથા શહેરના એરપોર્ટ પર ફલાઇટ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 

શિન્હુઆએ જણાવ્યું હતું કે મદદ માટે પોકારનાર એક માલવાહક જહાજમાંથી ચાલક દળના ૧૨ સભ્યોને બચાવવામાં આવ્યા હતાં. ચાલક દળના સભ્યોને ૩ મીટર ઉંચી લહેરોવાળા તોફાની સમુદ્રમાં એક બચાવ જહાજમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતાં.

વુટિપ નામના ઉષ્ણકટિબંધીય તોફાનમાં ૧૦૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.આ તોફાન પશ્ચિમી તટથી ઉત્તર પશ્ચિમની તરફ આગળ વધી રહ્યું હતું.

Tags :