- મેક્સિકોમાં ભારે વર્ષાથી 60થી વધુના મોત કલાકના 55 થી 102 કી.મી.ની ઝડપે વાવાઝોડું
એન્કરેજ (આલાસ્કા) : એલાસ્કાના તટીય વિસ્તારોમાં તેજ હવા અને ભારે વર્ષાને લીધે હાઈએલર્ટ જાહેર કરાયો છે. રાષ્ટ્રીય મોસમ સેવાના સમુદ્રીય પૂર્વાનુમાન પ્રમાણે ગલ્ફ ઓફ એલાસ્કા, કોડીયાક દ્વિપ તથા કૂક ઈનવેર જેવા વિસ્તારોમાં તોફાનની ચેતવણી અપાઈ છે.
અમેરિકાનાં પેસિફિક તટના કેટલાંયે શહેરોમાં ભારે વરસાદ અને પૂરોએ વ્યાપક તબાહી કરી દીધી છે. સમુદ્ર તટીય વિસ્તારોમાં ૫૫ થી ૧૦૨ કી.મી.ની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી અપાઈ છે.
વાસ્તવમાં હમણાં જ આવેલા ટાઇફન હેવોંગને લીધે પ્રભાવિત યુએસના દક્ષિણ પશ્ચિમ તટ પરના યુકોન-કુસ્કોકીમ ડેલ્ટામાં ભારે વરસાદ અને તેજ હવાઓને લીધે બુનિયાદી સંરચનાઓને ક્ષતિ પહોંચી છે. (ઈન્ફ્રાસ્ટ્રકચર્સને ઘણું ડેમેજ થયું છે) ૧૫૦૦થી વધુ લોકો બેઘર બન્યા છે. કેટલાયે લોકોને પ્રાદેશિક શહેર બેથે (વસ્તી ૬૦૦૦)ના લોકોને નેશનલ ગાર્ડઝના આશ્રય કેન્દ્રોમાં લઈ જવાયા છે.
અધિકારીઓ વિસ્થાપિતોને ફેર-બેન્કસ અને એન્કરેજનાં આશ્રય સ્થાનોમાં લઈ ગયા છે. સૌથી વધુ પ્રભાવિત ગામો, કીપનુક (વસ્તી ૭૧૫) અને ક્વિગિવિંગોક (વસ્તી, ૩૮૦) છે તે ગામો રાજ્યની મુખ્ય સડકથી કપાઈ ગયેલા છે.
મેક્સિકો ઉપર પણ વાવાઝોડાએ કેર વર્સાવ્યો છે. તેના પશ્ચિમ તટ પર ફરી વળેલાં વાવાઝોડાને લીધે ૬૦થી વધુનાં મોત થયા છે. કલાકના ૫૫ થી ૧૦૨ કી.મી.ની ઝડપે ફુંકાયેલા પવનોએ મંગળવારે અનેક વૃક્ષો ધરાશાયી કરી દીધા છે. જ્યારે વીજળીના થાંભલા પણ તૂટી પડતાં અંધારપટ છવાઈ ગયો છે.


