- 'વેનેઝુએલા પરની તમારી 'કાર્યવાહી' ઉપરથી ચીન પણ તાઇવાન અંગે તેવી કાર્યવાહી કરશે ?' તે પ્રશ્નના ઉત્તરમાં ટ્રમ્પે પત્રકારોને કહ્યું
વૉશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે તાઇવાનની નીતિને નવો જ વળાંક આપી દીધો છે. વેનેઝુએલાના પ્રમુખને તેમના પેલેસમાંથી ઉઠાવી લીધા પછી ટ્રમ્પે ગ્રીનલૅન્ડથી શરૂ કરી યુરોપમાં માથાનો દુ:ખાવો વધારી દીધો છે. ઇરાન ઉપર પણ તેમની નજર છે તેવામાં તાઇવાન અંગે કરેલા નિવેદને તાઇવેમાં હલચલ મચાવી દીધી છે. તેમણે કહી દીધું કે, 'તાઇવાન અંગે શું કરવું તેનો આધાર ચીનના પ્રમુખ શી-જિનપિંગ પર છે.'
ન્યૂયોર્ક- ટાઇમ્સને આપેલી મુલાકાતમાં, જ્યારે તેઓને વેનેઝુએલાના એક્શન પછી તાઇવાન પરના ચીનના 'પ્રતિભાવો' વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું, 'શી જિન-પિંગ તેને (તાઇવાનને) ચીનનો ભાગ માને છે અને તે અંગે શું કરવું તે સંપૂર્ણ રીતે તેમની ઉપર નિર્ભર છે પરંતુ મેં તેઓને કહ્યું છે કે, જો તેઓ તેમ કરશે તો મને ઘણું જ દુ:ખ થશે. તેથી હું આશા રાખું છું કે તેઓ તેમ નહીં કરે.'
વેનેઝુએલામાં અમેરિકાના શક્તિ પ્રદર્શન અંગે ધ્યાન દોરતા ટ્રમ્પે કહ્યું કે, 'તે બંનેમાં પરિસ્થિતિ અલગ છે. તાઇવાન ચીન માટે તેવો ખતરનો નથી જેવો ખતરો માદુરો યુ.એસ. માટે હતો.'
ટ્રમ્પે ફરી તે જ વાત બેવડાવી હતી કે, 'હું જ્યાં સુધી અમેરિકાનો પ્રમુખ છું ત્યાં સુધી શી જિન-પિંગ તેવું કશું નહીં કરે.'
ઉલ્લેખનીય છે કે વિશેષજ્ઞાો તેમ પણ માને છે કે, 'વેનેઝુએલામાં અમેરિકાએ કરેલી કાર્યવાહીને લીધે તેવી આશંકા ઉપસ્થિત થાય છે કે રશિયા યુક્રેન ઉપર અને ચીન તાઇવાન ઉપર તેવી જ કાર્યવાહી કરી શકે.'
ટ્રમ્પ વહીવટી તંત્ર તેને નકારે છે તે અલગ વાત છે.


