Get The App

રશિયા અને યુક્રેન વચ્ચે દોનેત્સક નાકનો પ્રશ્ન બની ગયો છે ? ક્યાં ક્યાં 'ખજાનો' ભંડારાયેલો છે ?

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
રશિયા અને યુક્રેન વચ્ચે દોનેત્સક નાકનો પ્રશ્ન બની ગયો છે ? ક્યાં ક્યાં 'ખજાનો' ભંડારાયેલો છે ? 1 - image

- રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણાનો પેચ ફસાઈ ગયો છે રશિયા તે 5000 ચો. કિ.મી.નો કબ્જો ઇચ્છે છે : યુક્રેન તે કોઈ પણ ભોગે જાળવવા માગે છે

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે તમામ કોશિશો છતાંયે, યુદ્ધવિરામ થઈ શક્યો નથી. પુતિનના ખાસ વિશ્વાસુએ કહ્યું છે કે, જ્યાં સુધી સમગ્ર દોનેત્સક- ડૉનવાસ વિસ્તાર ઉપર રશિયાના પ્રભુત્વનો યુક્રેન સ્વીકાર નહીં કરે ત્યાં સુધી સમાધાનનો કઈ માર્ગ નહીં નીકળે.

તો બીજી તરફ યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે શુક્રવાર અને શનિવારે અમેરિકાની મધ્યસ્થતામાં થનારી મંત્રણામાં ડૉનવાસ ઉપર રશિયાના દબાણની પણ ચર્ચા કરવામાં આવશે.

બંને દેશોની શાંતિ મંત્રણામાં પેચ દોનેત્સક વિસ્તારમાં ફસાયો છે. દોનબાસ અને બુરાન્સ્ક ઉપર રશિયા પહેલેથી જ કબ્જો કરી બેઠું છે. પુતિન કહે છે કે, દોનેત્સકના પાંચ હજાર ચો.કી.મીનો વિસ્તાર યુક્રેને સ્વેચ્છાએ ખાલી કરી આપવો જોઈએ. ઝેલેન્સ્કી કહે છે કે, કઈ કારણ કે પ્રમાણો સિવાય તે પોતાની જમીન દાનમાં આપી ન શકે. ૨૦૨૨માં દોનેત્સકમાં જનમત લેવાયો હતો જે રશિયા તરફી રહ્યો પરંતુ યુક્રેન કે પશ્ચિમના દેશો તે સ્વીકારવા તૈયાર નથી.

દોનેત્સકનો જે પ્રદેશ યુક્રેનના કબ્જામાં છે તેમાં સ્લોવિયાંસ્ક અને ક્રમાનોર્સ્ક વિસ્તારો પણ તેના છે. આ સમગ્ર વિસ્તાર સંપૂર્ણ કિલ્લેબંધી વચ્ચે ત્યાં ઉંચી દિવાલો એન્ટીટેન્ક અવરોધો ખાઈ અને બંકર રહેલા છે. કીવ કહે છે કે, જો એકવાર પણ તે વિસ્તારને સમતલ કરવામાં આવે તો ફરી રશિયા બાકીના યુક્રેન ઉપર પણ કબ્જો જમાવવાનો પ્રયાસ કરે આ વિસ્તારમાં તો વિદેશી સેનાઓ આવી અને પરાસ્ત પણ થઈ યુ.એન. કહે છે કે, ત્યાં બેમાંથી એક પણ દેશની સેના ન રહે.

દોનેેત્સકમાં લોખંડ તથા કોલસાની ખાણો છે. ત્યાં સ્ટીલ અને લોખંડનું ઉત્પાદન પણ થાય છે. ટાઇટેનિયમ અને ઝર્કો જેવી દુર્લભ ખનિજો મળી આવે છે. તે યુક્રેનની આવકનું મુખ્ય સ્તોત્ર પણ છે તે ધાતુઓ ઉપર અમેરિકાની પણ નજર છે.

પુતિન પોતાને દેશ રક્ષક માને છે તેઓ કહે છે કે દોનેત્સક પ્રદેશ એક સમયે રશિયાનો જ પ્રદેશ હતો આ યુદ્ધ પછી ઝેલેન્સ્કીની છબી દેશરક્ષક તરીકે જ વધુ ઉભરી છે.

બીજી તરફ યુક્રેનના લોકો ઇચ્છતા નથી કે કોઈપણ સુરક્ષા ગેરન્ટીને બદલે દોનેત્સકમાંથી તેની સેના હઠાવી જાય આમ આ કોકડું વધુ ને વધુ ગુંચવાતું જાય છે.