Get The App

ચીનનાં દબાણની ઐસી-કી-તૈસી કરી હાવર્ડ કલબ ઓફ ફ્રાંસે તિબેટી નેતા માટે કાર્યક્રમ યોજ્યો

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
ચીનનાં દબાણની ઐસી-કી-તૈસી કરી હાવર્ડ કલબ ઓફ ફ્રાંસે તિબેટી નેતા માટે કાર્યક્રમ યોજ્યો 1 - image

- તિબેટની ગર્વમેન્ટ-ઈન-એકસાઇલના પૂર્વ પ્રમુખ લોબસાંગ સાંગ્યેએ આ હિંમતભર્યા પગલાં માટે સ્ટીફેની મારેવા ફૈલાકેસનો આભાર માન્યો

પેરિસ : હાવર્ડ કલબ ઓફ ફ્રાંસે તિબેટની ગર્વમેન્ટ-ઈન-એકસાઈસના પૂર્વ પ્રમુખ લોબસાંગ સાંગ્યે સાથેનો પરિસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.

આ પૂર્વે યુરોપ તથા ફ્રાંસની પણ કેટલીયે સંસ્થાઓએ ચીનનાં દબાણને લીધે એ તિબેટી નેતા સાથે પરિસંવાદ કે તેઓનાં વક્તવ્યનો પણ કોઈ કાર્યક્રમ યોજ્યો ન હતો. પરંતુ વિશ્વ વિખ્યાત હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલાં એક ફ્રેન્ચ જૂથ હાવર્ડ કલબ ઓફ ફ્રાંસે આ તિબેટી નેતા સાથે પરિસંવાદ યોજ્યો હતો. આ ગુ્રપનાં નેતા છે. સ્ટીફેની મારેવા ફૈલોક્સ તેઓ ઉપર પણ પેરિસ સ્થિત ચીની દૂતાવાસે આડકતરી રીતે દબાણ કરી લોબસાંગ સાંગ્યે સાથે તેઓની કલબના હોલમાં જ પરિસંવાદ યોજ્યો હતો. તેમાં તેઓને હાવર્ડ લૉ સ્કૂલના ગ્રેજ્યુએટ ધીસ્લેઈન, બૌઈલેટ કોર્ડોનીયરે પૂરો સાથ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં તિબેટની ગવર્નમેન્ટ-ઈન-એક્સાઈઝ (આરઝી-હકુમત)ના પૂર્વ પ્રમુખે તિબેટમાં ચાયના દ્વારા આચરવામાં આવતા જુલ્મોની હૃદયસ્પર્શી હકીકત કરી ત્યારે ઘણાને ચીન પ્રત્યે ધૃણા થઈ હતી.

આ સમયે ફ્રાંસમાં અભ્યાસ કરતા કેટલાંક તિબેટી વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા.

ફૈલોક્સે પણ આ સમયે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ ચીનનાં ભારે દબાવ અને જુલ્મ વચ્ચે પણ તિબેટીઓએ તેઓની સંસ્કૃતિને જાળવી રાખવા, જે પ્રતિબદ્ધતા અને હિંમત દર્શાવી હતી તે માટે તેઓની ભારોભાર પ્રશંસા કરી હતી અને વિશ્વના નેતાઓને તિબેટની મુક્તિ માટે સહાય કરવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય પૂરૃં કરતાં લોબસાંગ સાંગ્યેએ સ્ટીફેની મારેવા ફૈલાક્સે અને તેઓના સાથી ધીસ્લેઈન બૌઈલેટ કોર્ડોનીયરનો પણ આભાર માન્યો હતો.