Get The App

હનુકાહ યહૂદીઓનો દીવાળી જેવો ઉત્સવ છે તેમાં મીણબત્તીથી 'દીવા' પ્રકટાવવામાં આવે છે

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
હનુકાહ યહૂદીઓનો દીવાળી જેવો ઉત્સવ છે તેમાં મીણબત્તીથી 'દીવા' પ્રકટાવવામાં આવે છે 1 - image

- હનુકાહ ડીસેમ્બર 14 થી 22 સુધી એક સપ્તાહ ચાલે છે

- આ ઉત્સવ 'પ્રકાશનું પર્વ' માનવામાં આવે છે : તે ઉત્સવ ચાનુકાહ પણ કહેવાય છે તેમાં ૮ દિવસ એક પછી એક મીણબત્તી પ્રકટાવાય છે મિત્રો સગાંઓ પરસ્પરને ભેટ આપે છે

નવી દિલ્હી : સીડનીના 'બોન્ડી બીચ' ઉપર પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ ઉત્સવ ઉજવી રહેલા યહૂદીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરી ૧૫ને યમ-સદન પહોંચાડયા હતા, અનેકને ઘાયલ કર્યા હતા. તો હવે જોઈએ હનુકાહ ઉત્સવ શું છે ?

વાસ્તવમાં હનુકાહ જે ચાનુકાહ પણ કહેવાય છે, તે ભારતના 'દીપોત્સવી' - દીવાળી સમાન ઉત્સવ છે. તે દર વર્ષે ડીસેમ્બરની ૧૪મી થી ૨૨ દરમિયાન આઠ દિવસ સુધી ઉજવાય છે. તેને તેવો 'પ્રકાશનું પર્વ' પણ કહે છે. તેમાં યહૂદીઓ તેમના 'મેનોરાહ'માં રમાયેલાં મીણબત્તી સ્ટેન્ડમાં રોજેરોજ એક એક મીણબત્તી ૮ દિવસ સુધી પ્રકટાવી પ્રભુ 'યહોવાહ'ની આરાધના કરે છે સાથે આનંદ-મંગલ પણ થતાં હોય છે.

તેવું પણ કહેવાય છે કે, જ્યોતિ પ્રકટાવવા માટે માત્ર થોડું જ તેલ રખાયું હોય છે પરંતુ આશ્ચર્ય તે વાતનું છે કે, તેટલું તેલ આઠ દિવસ ચાલે છે.

વાસ્તવમાં આ 'દીપ-માલ' ઉપર જણાવ્યું તેમ આઠ દિવસ પ્રકટાવવાની હોય છે.

આ ઉત્સવ દરમિયાન યહુદીઓ ખૂબ સારૃં ભોજન પણ બનાવે છે. વિવિધ નાસ્તાઓ પણ રાખે છે. એકબીજાના ઘરે પણ જઈ શુભકામનાઓ પાઠવે છે. તેઓ મિત્રો અને સગાં-સંબંધીઓને આ ઉત્સવ દરમિયાન વિશેષત: પહેલા કે છેલ્લાં દિવસે મળે છે, અને એક-બીજાને ભેટો પણ આપે છે. મીઠાઈઓ બનાવે છે. પરસ્પરમાં તેની આપ-લે પણ કરાય છે. બાળકોને ચોકલેટ કે ક્રીમ ચોકલેટ અપાય છે. થોડા પૈસા પણ આપવામાં આવે છે.

સૌથી વધુ ઉલ્લેખનીય તે છે કે યહુદીઓ પણ ડુક્કરનું માંસ ખાતા નથી માટે તો મર્ચન્ટ ઓફ વેનિસ કથાનકમાં શેક્સપીયરે શાયલોક પાસે બોલાવ્યું છે, 'ટુ સ્મેલ પોર્ક ?'

ઉલ્લેખનીય છે કે હવે ખ્રિસ્તીઓને મધ્ય યુગ અને પછીનાં વર્ષોમાં યહૂદીઓ પ્રત્યે જે દુર્ભાવ હતો તે જરા પણ રહ્યો નથી. ઉલટામાં તેઓ યહૂદીઓના બચાવ માટે ઊભા રહે છે.