Get The App

હન્ના વાવાઝોડું ટેક્સાસમાં ત્રાટક્યું, 145 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂ્ંકાયો

- સાથોસાથ સાંબેલાધાર વરસાદ પણ તૂટી પડ્યો

Updated: Jul 27th, 2020

GS TEAM

Google News
Google News


હન્ના વાવાઝોડું ટેક્સાસમાં ત્રાટક્યું, 145 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂ્ંકાયો 1 - image

ટેક્સાસ તા.27 જુલાઇ 2020, સોમવાર

એક તરફ કોરોનાનો પ્રકોપ અને બીજી બાજુ કુદરતનો ક્રોધ, અમેરિકા બબ્બે મોરચે સપડાયું હતું. આજે હન્ના વાવાઝોડું ટેક્સાસના કાંઠે ત્રાટક્યું હતું અને આશરે દોઢસો કિલોમીટરની ઝડપે તોફાની પવન તથા સાંબેલાધાર વરસાદ ટેક્સાસ પર તૂટી પડ્યાં હતાં. રિયો વેલી વિસ્તારમાં તો રીતસર તબાહી જોવા મળી હતી. હજુ કેટલાય વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા હતી. અસંખ્યવૃક્ષો ધરાશાયી થયાં હતાં અને ઘણા વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઇ જતાં અંધકાર છવાઇ ગયો હતો.

આ વાવાઝોડું જાણે શ્રેણીબદ્ધ આવતું હોય એમ શનિવારે એક કલાકથી પણ ઓછઆ સમયમાં પહેલાં કૉર્પ્સ ક્રીસ્ટીની દક્ષિણે 130 કિલોમીટર દૂર પોર્ટ મેન્સફિલ્ડ પર સાંજે પાંચ વાગ્યાની આસપાસ ત્રાટક્યું. ત્યાર બાદ પોર્ટ મેન્સફિલ્ડના વાયવ્ય ખૂણે 15 કિલોમીટર દૂર ઇસ્ટ કેનેડી કાઉન્ટી પર સાંજે સવા છ વાગ્યે ત્રાટક્યુ્ં.

અત્યંત તોફાની પવનના કારણે દરિયામાં ભરતીના સમયે ખાસ્સાં ઊંચાં મોજાં ઊછળવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી. સાથોસાથ ભારે વરસાદની ચેતવણી પણ અપાઇ હતી. કેટલાક વિસ્તારમાં 46 સેન્ટિમીટર જેટલો વરસાદ તૂટી પડે એવી શક્યતા હોવાનુ્ં હવામાન ખાતાએ જણાવ્યું હતું. અત્રે એ યાદ કરવા જેવું છે કે ત્રણેક વર્ષ પહેલાં હાર્વે નામના વાવાઝોડાએ આ વિસ્તારમાં તબાહી મચાવી હતી. એ સમયે 68 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.

કોર્પ્સ ક્રીસ્ટીના દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની તાકીદ કરાઇ હતી પરંતુ તોફાની પવનના કારણે લોકો ઘરની બહાર નીકળતાં ડરતા હતા.

આટલું ઓછું હોય તેમ ડગ્લાસમાં વાવાઝોડું પ્રશાંત મહાસાગરમાં હવાઇ તરફ ધસી રહ્યું હતું.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર પર જણાવ્યું હતું કે ડગ્લાસની સાથોસાથ અમારું ધ્યાન હન્ના વાવાઝોડા પર પણ છે. અમે જરૂરી તમામ પગલાં લઇ રહ્યા હતા.

હાલ અમેરિકી પ્રજા એક સાથે એક કરતાં વધુ આપત્તિનો સામનો કરી રહી હતી.



Tags :