Get The App

ગાઝા યુદ્ધ વિરામના ભાગરૂપે હમાસે પહેલા 20 અપહૃતોને મુક્ત કર્યા

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
ગાઝા યુદ્ધ વિરામના ભાગરૂપે હમાસે પહેલા 20 અપહૃતોને મુક્ત કર્યા 1 - image

- લગભગ તમામ ગાઝા પટ્ટી ખેદાન-મેદાન છે

- બાકીના 20 જીવંત અપહૃતોને 1900 પેલેસ્ટાઇની બંદીવાનોની મુક્તિ સાથે છોડી દેવામાં આવશે : હમાસની સ્પષ્ટ વાત

દીર-અલ-બવાહ (ગાઝા પટ્ટી) : સોમવારે હમાસે તેના કબ્જામાં રહેલા અપહૃતો પૈકી ૨૦ને 'રેડ ક્રોસ'ને સોંપ્યા હતા. ખેદાન- મેદાન થઈ ગયેલી ગાઝા પટ્ટીમાં આખરે બે વર્ષ પછી યુદ્ધ બંધ થતા હમાસે અપહૃત કરી બંદીવાન બનાવાયેલાઓ પૈકી ૨૦ને મુક્ત કર્યા છે.

આ અપહૃતોની શારીરિક અને માનસિક સ્થિતિ શી છે, તે વિષે હજી સુધી સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી. પરંતુ, ઉક્ત સાત બંદીવાનોને મુક્ત કર્યા પછી અન્ય ૨૦ જીવંત બંદીવાનોને ઇઝરાયલ જ્યારે ૧,૯૦૦ પેલેસ્ટાઇનીઓને મુક્ત કરશે ત્યારે મુક્ત કરાશે તેમ હમાસે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે.

જે ૭  અપહૃતોને મુક્ત કરાયા તેઓને તેમના કુુુટુમ્બીઓ મળતા આનંદની લહેરો સાથે હર્ષાશ્રુઓ વહેવડાવતા તેમના કુટુમ્બીજનો તેમને વળગી પડયા હતા.

આ પુનર્મિલન તેલ-અવીવ સહિત ઇઝરાયલના તમામ શહેરોમાં મોટા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું હતું. ઇઝરાયલીઓ અન્ય અપહૃતોની મુક્તિની રાહ જોઈ રહ્યા છે.

દરમિયાન અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે, યુદ્ધ પછીની ટ્રમ્પની યોજના અમલી કરવા માટે અન્ય અગ્રીમ વૈશ્વિક નેતાઓ સાથે મંત્રણા કરવા અમેરિકાના પ્રયાસ તેલ-અવીવ પહોંચશે ત્યાંથી ચિનાઈ- દ્વિપકલ્પના રાતા સમુદ્રના તટે રહેલી ઇજિપ્તના સી-રિઝોર્ટ શર્મ-અલ શેખ પહોંચશે અને છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પછી ગાઝા- પટ્ટીમાં સુવ્યવસ્થા સ્થાપવાની ગતિવિધિઓ વિષે મંત્રણા કરશે.

હવે ગાઝાપટ્ટીમાં માનવીય રાહત મોકલવી શરૂ થઈ ગઈ છે તે સહાય વ્યવસ્થિત રીતે પહોંચે તે માટે દેખરેખ રાખવા ૨૦૦ જેટલા અમેરિકાના સૈનિકો ગાઝા પટ્ટીમાં પહોંચી ગયા છે.

હમાસે પહેલાં ૭ને મુક્ત કર્યા પછી બીજા ૧૩ને મુક્ત કર્યા હતા.