ઇઝરાયલના હુમલામાં હમાસ નેતા મોહમ્મદ સિનવાર ઠાર, સુરંગમાં મળી આવ્યો મૃતદેહ
Israel Gaza Strikes: ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં હમાસના પૂર્વ પ્રમુખ યહ્યા સિનવારના નાના ભાઈ મોહમ્મદ સિનવાર અને તેના દીકરાનું મોત થઈ ગયું છે. રિપોર્ટના અનુસાર, તેનો મૃતદેહ ખાન યૂનુસની એક સુરંગમાંથી મળી આવ્યો છે.
ટાઇમ્સ ઑફ ઇઝરાયલના રિપોર્ટ અનુસાર, શનિવાર રાત્રે એક હવાઈ હુમલામાં મોહમ્મદ સિનવારના ભાઈ ઝકારિા સિનવારનું પણ મોત થઈ ગયું. સુરંગમાં મોહમ્મદ સિનવારની સાથે તેમના 10 સહયોગીઓના મૃતદેહ પણ મળ્યા છે.
ગત વર્ષ ઓક્ટોબરમાં દક્ષિણી ગાઝામાં ઇઝરાયલી હુમલામાં હમાસના પૂર્વ નેતા યાહ્યા સિનવારનું મોત થયું હતું. યાહ્યા સિનવારને 7 ઓક્ટોબર 2023ના રોજ હુમલાની પાછળનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, જેના કારણે ઇઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ શરૂ થયું. એવા પણ સમાચાર હતા કે હમાસની સૈન્ય શાખામાં રાફા બ્રિગેડના કમાન્ડર મોહમ્મદ શબાના પણ હુમલામાં ઠાર મરાયો હતો.