તુર્કીનાં જગવિખ્યાત હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાનો સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
ઇસ્તંબુલ, 10 જુલાઇ 2020 શુક્રવાર
તુર્કીની સુપ્રીમ કોર્ટે ઇસ્તંબુલના પ્રખ્યાત હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાનો ચુકાદો આપ્યો છે. આ વિશ્વ વિખ્યાત ઇમારત એક ચર્ચ તરીકે બનાવવામાં આવી હતી. જ્યારે આ શહેરને ઇસ્લામિક ઓટ્ટોમન સામ્રાજ્ય દ્વારા 1453 માં કબજે કરવામાં આવ્યું હતું, ત્યારે આ ઇમારતને તોડીને મસ્જિદમાં ફેરવી દેવામાં આવી હતી. તુર્કી ઇસ્લામિક અને રાષ્ટ્રવાદી જૂથો લાંબા સમયથી હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાની માંગ કરી રહ્યા છે.

હાગિયા સોફિયા તુર્કીની ચૂંટણીમાં હંમેશાં સળગતો મુદ્દો રહ્યો છે. આ ઇમારતને મસ્જિદમાં પરિવર્તિત કરવાનું વચન આપીને વર્તમાન રાષ્ટ્રપતિ રેચપ તૈય્યપ એર્ડોગને ચૂંટણીમાં મત મેળવ્યા હતા.
થોડા દિવસો પહેલા તુર્કીના નાયબ વિદેશ પ્રધાન યાવુઝ સેલિમે કહ્યું હતું કે અમે દેશનાં સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનું રક્ષણ કરવાનું ચાલુ રાખીશું.નરમપંથી ઇસ્લામી પક્ષો એકેપી સાથે સંકળાયેલા હાલના તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન કમલ અતા તુર્કની કમાલવાદ વિચારધારાની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે,
તુર્કીની રાજધાની ઇસ્તંબુલની આ વિશ્વ વિખ્યાત ઇમારત લગભગ 532 ઇ.સ.માં બાયઝેન્ટાઇન સામ્રાજ્યના શાસક જસ્ટિનિયન દ્વારા બનાવવામાં આવી હતી. તે સમયે આ શહેર કુસ્તુનતુનીયા અથવા કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખાતું હતું. આ બાંધકામ 537 ઇ.સ.માં પૂર્ણ થયા પછી આ ઇમારતને ચર્ચ બનાવવામાં આવી હતી.
1453 માં, ઇસ્લામિક ઓટ્ટોમન સામ્રાજ્ય સુલતાન મહેમત દ્વિતિય દ્વારા શહેર પર હુમલો કરવામાં આવ્યો હતો અને કબજે કરવામાં આવ્યો હતો. જે પછી કુસ્તાન્ટુનિયાનું નામ બદલીને ઈસ્તંબુલ રાખવામાં આવ્યું. થોડા વર્ષો પછી, ઇસ્લામિક કટ્ટરવાદીઓએ ચર્ચને તોડફોડ કરી અને તેને મસ્જિદમાં ફેરવી દીધી. એટલું જ નહીં, ઇસ્તંબુલમાં ઐતિહાસિક ઇમારતોને નષ્ટ કરી ઇસ્લામિક રંગ આપવામાં આવ્યો હતો.
વર્ષ 1930માં જ્યારે આધુનિક તુર્કીના સ્થાપક, કમલ અતા તુર્કે સત્તા સંભાળી, ત્યારે તેમણે પોતાના દેશને ધર્મનિરપેક્ષ બનાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા. દરમિયાન આ મસ્જિદને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવી હતી. 1935 માં હાગિયા સોફિયાને એક સંગ્રહાલય બનાવવામાં આવી હતી અને સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.