World

ગલ્ફ દેશોને અમેરિકા પરની શસ્ત્ર નિર્ભરતા ભારે પડી, હવે જાપાન,દક્ષિણ કોરિયા અને યુક્રેન પર નજર દોડાવી

By GS TEAM
13 Apr 20263 mins read
ગલ્ફ દેશોને અમેરિકા પરની શસ્ત્ર નિર્ભરતા ભારે પડી, હવે જાપાન,દક્ષિણ કોરિયા અને યુક્રેન પર નજર દોડાવી

ન્યૂયોર્ક,૧૩ એપ્રિલ,૨૦૨૬,સોમવાર 

અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધવિરામમાં પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળે છે. અ સુરક્ષાના માહોલ વચ્ચે ખાડી દેશોએ પોતાના શસ્ત્ર ભંડાર માટે અમેરિકા ઉપરાત યુક્રેન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પર નજર દોડાવી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સાઉદી અરબ, યુએઇ અને કતાર જેવા દેશો પોતાની શસ્ત્ર જરુરિયાતો પુરી કરવા માટે માત્ર અમેરિકા પર નિર્ભર રહેવા માંગતા નથી. 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ અનુસાર છેલ્લા ૬ સપ્તાહથી ભીષણ હુમલાનો સામનો કર્યા પછી ઘટતા જતા મિસાઇલ ભંડારને ફરીથી ભરવા માટે ખાડી દેશો નવા વિકલ્પની શોધમાં છે.

અમેરિકી શસ્ત્ર ઉધોગની ધીમી ઉત્પાદન ગતિ અને ડિલીવરીમાં વિલંબ થતો હોવાથી ખાડી દેશોએ દક્ષિણ કોરિયાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને સસ્તા યુક્રેની ડ્રોન ખરીદવાનું વિચારી રહયા છે. ઓછા ખર્ચમાં તૈયાર થતી બ્રિટિશ મિસાઇલો મેળવવા પણ પ્રયાસ રત છે. જો ઝડપથી ડિલીવરી મળતી હોયતો ડીલ કરવા પણ તૈયાર થયા છે. અહેવાલમાં દાવો કરાયો છે કે યુધ્ધ દરમિયાન સસ્તા શાહેદ જેવા ડ્રોન થી ઇરાને હુમલા કરીને ગલ્ફ દેશો અને અમેરિકાને ચોંકાવી દીધા છે. યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે હથિયારોની કમીનું સંકટ  વધી ગયું હતું જેમાં ઇરાન યુધ્ધથી ઉમેરો થયો છે. સાઉદી અરબે પેટ્રિયટ ઇન્રસેપ્ટર બનાવવા માટે જાપાનનો સંપર્ક સાધ્યો છે.


આ ઉપરાંત દક્ષિણ કોરિયાની કંપનીઓને 'હનવા' અને એલઆઇજી નેકસ ૧ અને એમ સેમ સિસ્ટમનો ઓર્ડર જલદીથી પુરો કરવા માટે અનુરોધ કર્યો છે. મધ્યમ અંતરની ડ્રોન સિસ્ટમ અને મિસાઇલોને તોડી પાડવા માટે ઓર્ડર કરેલી સિસ્ટમ સક્ષમ છે. યુએઇ અગાઉ ઇરાની શસ્ત્રોને રોકવા માટે આનો ઉપયોગ કરી ચુકયું છે. સાઉદી અરબ અને કતારે તાજેતરમાં યુક્રેન સાથે રક્ષા સહયોગની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. કતારના અધિકારીઓ યુક્રેની ટ્રેનિંગ ગ્રાઉન્સની મુલાકાત લઇ ચુકયા છે. ઇન્ટરસેપ્ટર ડ્રોન અને ઇલેકટ્રોનિક વોર ફેયર ઉપકરણ માંગણી કરી છે. જો કે યુક્રેનની કંપનીઓ ઘર આંગણે શસ્ત્રો પુરા પાડવામાં વ્યસ્ત હોવાથી નિકાસ કરવાની સ્થિતિમાં નથી.

આ ઉપરાંત ખાડી દેશો ર્સ્ટાટઅપ્સ પર પણ ધ્યાન  કેન્દ્રીત કરવા ઇચ્છે છે.  બ્રિટનની કેમ્બ્રિજ એરોસ્પેસ ખૂબજ ઓછા સમયમાં ઓછી કિંમતની છતાં અસરકારક મિસાઇલોની પૂર્તિ કરશે એવું જાણવા મળે છે. આ મિસાઇલો નાના ડ્રોન્સ અને કેટલાક ફલાય ઓબ્જેકટનો નાશ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ગલ્ફ દેશોએ આ પગલું અમેરિકાની મોંઘી પેટ્રિયેટ મિસાઇલોના વિકલ્પમાં પગલું ભર્યુ છે. અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને થોડાક સમય પહેલા યુએઇ,કુવૈત અને જોર્ડન સાથે ૨૩ બિલિયન ડોલરના હથિયારોની એક ડીલ કરી હતી જેમાં પેટ્રિયર પેક-૩ પણ સામેલ છે. એક બાજુ ઇરાન તરફથી ખતરો વધી રહયો છે અને બીજી બાજુ ડીલ અંર્તગતના શસ્ત્રો મળવામાં વર્ષો લાગી શકે છે આથી નવા વિકલ્પો વિચારવા મજબૂર થવું પડયું છે. સ્વિત્ઝર્લેન્ડે પણ અમેરિકા પાસેથી પાંચ પેટ્રિયેટ સિસ્ટમના ઓર્ડર આપ્યા હતો પરંતુ વિલંબ થવાથી ડિલ કેન્સલ કરવાનું વિચારી રહયું છે.