અમેરિકામાં ગ્રીન કાર્ડ, અને વિઝા ધરાવનારને પેપર્સ સાથે રાખવા હુક્મ : નહીં તો દંડ ભરવો પડશે
- ધી યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશનએ કહ્યું છે નાગરિક ન હોય અને અમેરિકામાં વસ્યા હોય તેવા તમામને ગ્રીન કાર્ડ વિઝા પેપર્સ સાથે રાખવા પડશે
વૉશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા ત્યારથી અમેરિકાના નાગરિક ન હોય પરંતુ કાયદેસર અમેરિકામાં વસ્યા હોય તેવા તમામ ઉપર પણ તવાઈ શરૂ કરી દીધી છે, અને જાતજાતના તઘલખી હુક્મો કરે છે. ધી યુએસકસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન (સીબીપી)એ અમેરિકાના નાગરિક નહી અને ગ્રીન કાર્ડ ધરાવતા હો તેઓને તેમનાં રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટસ સતત સાથે રાખવા હુક્મ કર્યો છે નહીં તો દંડ થશે અને બનાવટ કરવાના આરોપસર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ ફેડરલ લો (સમગ્ર સમવાયતંત્રને લાગુ પડતો) કાનૂની છે અને તે ૧૮ વર્ષ અને તેથી વધુ વયના તમામ વિદેશીઓને લાગુ પડે છે.
સીબીપીનો આ હુક્મ લાખ્ખોને અસરકર્તા બની રહે છે જે પૈકી ભારતીયો સૌથી વધુ સંખ્યામાં ત્યાં રહેતા હોઈ તેમણે સતત જાગૃત રહેવું પડશે. મેક્સિકન્સ પછી અમેરિકામાં જઇ વસેલાઓમાં ભારતવંશીઓની સંખ્યા બીજાક્રમે છે.
આ અંગે સીબીપીએ ઠ ઉપર જણાવ્યું હતું કે હંમેશાં તમારાં વિદેશી હોવાનાં રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટસ સાથે રાખો. તમારી પાસે તે નહીં હોય અને ફેડરલ લૉ એન્ફોર્સમેન્ટ કર્મચારી તમોને અટકાવી તે માર્ગ અને તમે તે દર્શાવી ન શકો તો તે સરકાર સાથે બનાવટ કર્યા બરોબર ગણાશે, અને ભારે દંડ ભરવો પડશે.