જર્મનીની મહાન પર્વતારોહક પાકિસ્તાનની લાઇલા પીક પરથી ગૂમ, મોતની આશંકા
ચટ્ટાનના એક ટુકડાના કારણે પોતાની ટીમથી વિખૂટી પડી હતી
હાડ ગાળતી ઠંડીમાં ખેલાડી જીવંત હોવાની આશા તૂટતી જાય છે.
બર્લિન,30 જુલાઇ,2025,બુધવાર
સાહસિક સ્પોર્ટસ સ્પર્ધાઓમાં સ્વર્ણપદકો જીતનારી ૩૧ વર્ષની જર્મન ખેલાડી લૉરા ડાલમાયર પાકિસ્તાનમાં ગૂમ થઇ થતી. લાઇલા પીક પર ચઢાણ દરમિયાન ચટ્ટાનના એક ટુકડાના કારણે પોતાની ટીમથી વિખૂટી પડી હતી. કારાકોરમ રેંજની લાઇલા ચોટી પર મંગળવારે દુર્ઘટનાનો શિકાર બનેલી ડાલમાયરને શોધવામાં ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.ગંભીર રીતે ઘાયલ થયા પછી ખુલ્લા આકાશની નીચે હાડ ગાળતી ઠંડીમાં ખેલાડી જીવંત હોવાની આશા તૂટતી જાય છે. તેના મોત થયું હોવાના અહેવાલો પણ મળી રહયા છે.
પાકિસ્તાની સેના અને પર્વતારોહીઓ પણ પ્રયાસ કરી રહયા છે પરંતુ શોધખોળમાં સફળતા મળી નથી. સવારે ૫ વાગે શરુ થયેલા સર્ચ અભિયાનમાં ખરાબ હવામાન અવરોધ રુપ બની રહી છે. પાકિસ્તાની પર્વતારોહીઓના સંગઠન અલ પાઇન ક્લબે પાક સેનાના હેલિકોપ્ટરને રેસ્કયૂ ટીમ સાથે દુર્ઘટના સ્થળે ઉતારવામાં આવ્યું છે પરંતુ ૨૪ કલાક પછી પણ જીવંત હોવાના પુરાવા મળતા નથી. અમેરિકાના બે પર્વતારોહીઓ અને લોકલ પોર્ટરોને ડાયમાયરની શોધ માટે એર ડ્રોપ કરવામાં આવશે.
આ ઉપરાંત જર્મનીથી પણ કેટલાક પર્વતારોહીઓ લૉરા ડાલમાયરને શોધવા નિકળી પડયા છે. ડાલમાયર પોતાની જરુરિયાત જેટલો ઓછો સામાન લઇને અલ્પાઇન સ્ટાઇલ પર્વતારોહણ અભિયાન પર નિકળી હતી. જર્મન,ઓસ્ટ્રિયન અને સ્વિસ મીડિયામાં શોક પેદા કરે તેવા સમાચાર ચાલી રહયા છે.૨૯ જુલાઇના રોજ પોતાના સાથીઓ સાથે લાઇલા પીકના ચઢાણ દરમિયાન ચટ્ટાનનો એક ટુકડો પડયો હતો.
સ્થાનિક ટુર ઓપરેટર્સના જણાવ્યા મુજબ એ સમયે લૉરા ૫૭૦૦ મીટરની ઉંચાઇ પર હતી. લૉરાની કલાઇંબિંગ પાર્ટનર મરીના ઇફા પણ ચટ્ટાણની લપેટમાં આવી હતી પરંતુ અન્ય પર્વતારોહીઓ અને પોર્ટરોએ તેને બચાવી લીધી હતી. હાલમાં ઇજ્જાગ્રસ્ત મરીનાની બેઝકેમ્પમાં સારવાર ચાલી રહી છે. મરીનાના જણાવ્યા મુજબ ચટ્ટાનની ચપેટમાં આવ્યા પછી ડાલમાયરને ફરી જોઇ ન હતી.
પર્વતારોહણ અને સ્નો સ્પોર્ટસ જેવી સાહસિક રમતમાં રસ ધરાવનારા માટે લૉરા ડાલમાયર ખૂબ મોટું નામ છે. ૨૨ વર્ષની ઉંમરે બાથેલોન જેવી સ્પર્ધા જીતેલી છે. બાએથેલોન એક એવી રમત જેમાં બરફના ટ્રેક પક અનેક કિલોમીટર સુધી સ્કીઇંગ કરીને વચ્ચે બેસીને, ઉભા રહીને તેમજ સૂતેલા રહીને બંદુકથી નિશાન તાકવાનું હોય છે. સૌથી ઝડપથી સ્કીઇંગ કરવાની સાથે સટીક નિશાન તાકનાર ખેલાડી વિજેતા બને છે. ડાલમાયર આ રમત સ્પર્ધામાં બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. ૨૦૧૮માં દક્ષિણ કોરિયામાં આયોજીત વિંટર ઓલિમ્પિકમાં બે ગોલ્ડ જીતવાની સિધ્ધિ મેળવી હતી. જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝર્લેન્ડ, ઇટાલી, ફ્રાંસ,
સાહસિક રમતમાં રસ ધરાવતા યુવાઓ માટે મિશાલ સમાન હતી.
ફિનલેન્ડ અને નોર્વમાં પર્વતારોહણ અને સ્નો સ્પોર્ટસ જેવી સાહસિક રમતમાં રસ ધરાવતા યુવાઓ માટે મિશાલ સમાન હતી. ૧૯૯૩માં દક્ષિણી જર્મનીના ગારમિષ પાર્ટનકિર્ષનમાં જન્મેલી ડાલમાયરે વ્યવસાયિક સ્પોર્ટસમાંથી નિવૃતિ લીધા પછી પર્વતારોહણ, સ્કીઇંગની સર્ટિફાઇડ ગાઇડિંગ શરુ કરી હતી.આ ગાઇડિંગ વ્યવસાયના ભાગરુપે જ જૂન ૨૦૨૫માં પાકિસ્તાનની કારાકોરમ રેંજમાં આવી હતી. જુલાઇની શરુઆતમાં પોતાના મિત્રો સાથે લારાએ ૬૨૮૭ મીટરની ઉંચી ગ્રેટ ટાવર ચોકી પર ફતેહ મેળવી હતી. કેટલાક સપ્તાહ પહેલા તે ૬૦૬૯ મીટર ઉંચાઇ ધરાવતી લાઇલા પીક પર ચઢાણ અભિયાન માટે નિકળી હતી ત્યાર પછી તેનો કોઇ જ ભાળ મળી નથી