Get The App

શું Google છુપાઇને જાસૂસી કરી રહ્યું છે? 41 હજાર કરોડનો દંડ ભરવાનો વારો આવશે! જાણો સમગ્ર મામલો

કેલિફોર્નિયાની કોર્ટે કંપનીને સેટલમેન્ટ ડોક્યુમેન્ટોને કોર્ટમાં રજૂ કરવા 24 ફેબ્રુઆરી 2024 સુધીનો સમય આપ્યો

જો ગૂગલ કોર્ટના આ આદેશનું પાલન સમયસર નહીં કરે તો કંપનીને દંડ ભરવો પડશે

Updated: Dec 29th, 2023

GS TEAM

Google News
Google News
શું Google છુપાઇને જાસૂસી કરી રહ્યું છે? 41 હજાર કરોડનો દંડ ભરવાનો વારો આવશે! જાણો સમગ્ર મામલો 1 - image


Google Spying Users Private Browsing Data : વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલ ફરી એકવાર જાસૂસી કરવાના કેસમાં ફસાયું છે અને આ વખતે કંપનીને 41 હજાર કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે.

કેલિફોર્નિયાની કોર્ટે ગૂગલને આપ્યો આદેશ

વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલ છુપી રીતે યૂઝર્સની જાસૂસી કરીને તેમના ડેટા અકત્રિત કરે છે. આ માટે કંપનીને 5 અબજ ડોલર એટલે કે અંદાજે 41 હજાર કરોડ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. ગૂગલ પર આરોપ લગાવતા કહેવામાં આવ્યુ છે કે કંપની યુઝર્સનો ડેટા સીક્રેટ રીતે ટ્રેક કરી રહી છે, જેથી ગૂગલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેનું સેટલમેન્ટ કરવાનો ગૂગલની મુળ કંપની આલ્ફાબેટને આદેશ આપવામાં આવ્યો છે. જો કે ગૂગલનું કહેવું છે કે તેણે આ કેસનું સેટલમેન્ટ કરી લીધું છે પરંતુ કેલિફોર્નિયાની કોર્ટે આ કેસમાં સેટલમેન્ટ ડોક્યુમેન્ટોને કોર્ટમાં રજૂ કરવા  24 ફેબ્રુઆરી 2024 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો ગૂગલ કોર્ટના આ આદેશનું પાલન સમયસર નહીં કરે તો કંપનીને દંડ ભરવો પડશે.

વર્ષ 2020માં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો

કેસ દાખલ કરનાર વ્યક્તિનું કહેવું છે કે ગૂગલ એનાલિટિક્સ, કૂકીઝ અને એપ્સ દ્વારા યૂઝર્સને ટ્રેક કરવામાં આવી રહ્યા છે જેમાં ગૂગલ યૂઝર્સની પસંદ અને નાપસંદ, મિત્રો, શોખ, મનપસંદ ભોજન, ખરીદીની આદતો અને કેટલીક અન્ય અંગત માહિતી વિશે જાણે છે જેના વિશે યુઝર્સ ઓનલાઈન સર્ચ કરે છે. ગૂગલે તેના તરફથી કેસને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોર્ટે મામલાના તળિયે જવા માટે ગૂગલની દલીલને નકારી કાઢી હતી. જજ રોજર્સે કહ્યું હતું કે વર્ષ 2020માં દાખલ આ કેસમાં 1 જૂન 2016થી અત્યાર સુધીમાં લાખો યૂઝર્સને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ કેસમાં દરેક યુઝર્સને ઓછામાં ઓછા 5 હજાર ડોલર વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

પુશ નોટિફિકેશનથી ગૂગલ જાસૂસી કરવામાં સક્ષમ

ગૂગલ પર અનેક વખત યુઝર્સની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. અમેરિકી સેનેટર રોન વાયડને (Ron Wyden) આને સરકારના ઈશારે કરવામાં આવેલ કૃત્ય ગણાવ્યું હતું. તેમણે આ મામલાને લઈને ન્યાય વિભાગને એક પત્ર પણ લખ્યો હતો જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ગૂગલ પુશ નોટિફિકેશનથી યૂઝર્સની જાસૂસી કરી રહ્યું છે. પુશ નોટિફિકેશન એક પોપ અપ મેસેજ છે જે મોબાઈલ હોમ સ્ક્રીન પર નવા મેસેજનું એલર્ટ આપે છે, પરંતુ આનાથી જાસૂસી સંભવ છે. જો યુઝર્સે પુશ નોટિફિકેશન ઓન કર્યું હોય છે તો ટેક કંપનિયો જાણી શકે છે કે તમારા ફોનમાં કઈ એપ ઈસ્ટોલ કરેલી છે. તમારો આઈડી પાસવર્ડ શું છે? તમારા મિત્રો કોણ છે? તમારા ફોનમાં કોના નંબર છે વગેરે બાબત વિશે ગૂગલ જાણી શકે છે.

શું Google છુપાઇને જાસૂસી કરી રહ્યું છે? 41 હજાર કરોડનો દંડ ભરવાનો વારો આવશે! જાણો સમગ્ર મામલો 2 - image

Tags :