ગીતા ગોપીનાથ IMF નું ડેપ્યુટી એમ.ડી.નું પદ છોડી ફરી હાવર્ડમાં ઈકોનોમિસ્ટનું પ્રોફેસર પદ સંભાળશે

- IMFના સૌથી પહેલા મહિલા ચીફ ઇકોનોમિસ્ટ
- 1 સપ્ટેમ્બરથી તેઓ ગ્રેગરી એન્ડ અનીયા કોફે પ્રોફેસર તરીકે કાર્યરત થશે : ઇન્ટરનેશનલ ફાયનાન્સ અને મેક્રોનોમિક્સ ઉપર સંશોધન કરશે
ન્યૂયોર્ક : ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)નાં ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડીરેકટર પદે રહેલા ભારત વંશીય ગીતા ગોપીનાથન્ આ અતિ મહત્વનું પદ છોડીને ફરી તેઓ હાવર્ડમાં ઈકોનોમિક્સના પ્રોફેસર તરીકે જોડાવાના છે. ૧લી સપ્ટેમ્બરથી તેઓ પ્રેગરી એન્ડ અનીયા કોફે પ્રોફેસર તરીકે કાર્યરત બનશે. (ઉક્ત કાફે-પ્રોફેસર એક વિશિષ્ટ પદ છે : જેમ કે ચેર ઓફ હેગલ : યુનિ. ઓફ જેઓ.)
ગીતા ગોપીનાથને તેઓના પોસ્ટ X ઉપર લખ્યું હતું કે, આઈ.એમ.એફ.માં અદ્ભુત ૭ વર્ષ ગાળ્યા પછી મેં મારા શૈક્ષણિક કારકિર્દીના મૂળ વધુ મજબૂત કરવા નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આઈએમએફના ઇતિહાસમાં ગીતા ગોપીનાથન્ સૌથી પહેલા ફીમેલ ચીફ ઇકોનોમિસ્ટ છે. તેઓએ વધુમાં લખ્યું : હું મારા શિક્ષણ ક્ષેત્રના મૂળ વધુ ઉંડા કરવા માગું છું અને અત્યારે વિશ્વ સમક્ષ ઉભા થયેલા બે મહત્વના પડકારો - ઇન્ટરનેશનલ ફાયનાન્સ અને મેક્રોનોમિક્સ વિષે વધુ સંશોધન કરવા માગું છું. તેમજ આગામી પેઢીના અર્થશાસ્ત્રીઓને તાલિમ આપવા માગું છું.
ગીતા ગોપીનાથન્ આઈએમએફમાં ૨૦૧૯માં ચીફ ઇકોનોમિસ્ટ તરીકે જોડાયા હતા. ૨૦૨૨માં જાન્યુ.માં તેઓને ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડીરેકટર પદે લેવાયા.
(૨૦૦૧-૦૫) તેઓ યુનિવર્સિટી ઓફ ચીકાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ તરીકે રહ્યાં ૨૦૦૫ થી ૨૦૧૯ સુધી તેઓ હાવર્ડમાં જહોન ઝવાન્સ્ટ્રા- પ્રોફેસર ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ઇકોનોમીક્સના પ્રોફેસર તરીકે પણ હતા. ૨૦૧૯ થી આઈએમએફમાં જોડાયા. પરંતુ મન તો વિદ્યા-વ્યાસંગ માં જ હતું. એ છે પણ ખરૂં . તેઓએ ગીતાના તે શબ્દો હૃદયસ્થ રાખ્યા છે : अमृतम् तु विधा ।।








