Get The App

અમેરિકામાં કડકાઈ વચ્ચે જર્મની ભારતીય વિદ્યાર્થીઓને આવકારવા તૈયાર, કહ્યું - સોશિયલ મીડિયા ચેક નહીં કરીએ

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
Germany Eager to Host Indian Students


Germany Eager to Host Indian Students: અમેરિકામાં વિઝા નીતિઓ કડક બનાવતા હવે જર્મનીએ ભારતીય વિધાર્થીઓ માટે તેના દરવાજા ખોલ્યા છે. જર્મન રાજદૂત ડૉ. ફિલિપ એકરમેને જર્મનીને અભ્યાસ કરવા માટે એક સ્થિર અને અને વિશ્વસનીય ભાગીદાર ગણાવતા કહ્યું કે, 'અમે ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે હંમેશા સ્થિરતા દર્શાવી છે, તેમજ કોઈ અસ્થિર વલણ કે અચાનક નીતિગત ફેરફાર લાવ્યા નથી. 

જર્મન રાજદૂતનું આ નિવેદન એ સમયે આવ્યું છે કે જયારે અમેરિકામાં વિઝા નીતિને લઈને સોશિયલ મીડિયા ચેકિંગ જેવી કડક શરતો લાગુ કરવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓની ચિંતા વધી ગઈ છે. જર્મન રાજદૂતે અમેરિકા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, 'જર્મનીમાં સોશિયલ મીડિયા ચેક કરવામાં આવતું નથી.'

જર્મની શા માટે સારો વિકલ્પ છે?

જર્મન રાજદૂતે કહ્યું કે હાલમાં 50,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. તેમણે જર્મનીની કેટલીક મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ વિશે પણ જણાવ્યું...

- અમે શિક્ષણને વ્યવસાય નહીં, પણ જાહેર હિતનો વિષય માનીએ છીએ.

- જર્મનીની મોટાભાગની જાહેર યુનિવર્સિટીઓ કોઈ ટ્યુશન ફી વસૂલતી નથી અને જ્યાં પણ તે લેવામાં આવે છે, તે ખૂબ જ ઓછી હોય છે.

આ પણ વાંચો: માત્ર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવી લેવાથી માલિક ના બની શકો, આ દસ્તાવેજો પણ જરૂરી : સુપ્રીમ

- 18 મહિનાનો પોસ્ટ-સ્ટડી વિઝા: અભ્યાસ પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓ જર્મનીમાં 1.5 વર્ષ સુધી નોકરી શોધી શકે છે.

- STEM ક્ષેત્રોમાં વિશાળ તકો: વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રોમાં નોકરીઓની ભારે માંગ છે

- સરળ અને પારદર્શક વિઝા પ્રક્રિયા: જર્મની વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા પ્રોફાઇલ તપાસતું નથી કે વિઝા અરજીમાં કોઈ અવરોધ ઊભો કરતું નથી.

- જર્મન રાજદૂતે ભારતીય વિદ્યાર્થીઓને વચેટિયાઓ અને એજન્ટોથી સાવધ રહેવાની સલાહ આપતા કહ્યું, 'તમારે કોઈ એજન્ટની જરૂર નથી. યુનિવર્સિટીની વેબસાઇટ પરથી સીધા અરજી કરો.'

અમેરિકામાં કડકાઈ વચ્ચે જર્મની ભારતીય વિદ્યાર્થીઓને આવકારવા તૈયાર, કહ્યું - સોશિયલ મીડિયા ચેક નહીં કરીએ 2 - image

Tags :