| (AI IMAGE) |
Germany Heist: હોલિવૂડની ફિલ્મ ઓસન્સ 11ની હાઈફાઈ લૂટ સિનેપ્રેમીઓને ચોક્કસ યાદ હશે. હવે આ ફિલ્મને પણ શરમાવે તેવી ત્રણ કરોડ યુરો એટલે કે 316 કરોડ રૂપિયાની જંગી લૂંટ જર્મનીના ગેલ્સેકિચેન શહેરમાં થઈ છે. લૂંટારુઓએ ક્રિસમસની રજાઓનો ફાયદો ઉઠાવીને બંધ બેન્કમાં આરામથી લૂંટ કરીને ત્રણ કરોડ યુરો શાંતિથી લઈને ચાલતા થયા હતા.
જર્મનીની સ્પાફોર્સ બેન્કમાં ₹270 કરોડથી વધુની ચોરી
જર્મનીમાં મોટાભાગની દુકાનો, ક્રિસમસની પૂર્વસંધ્યાએ 24 ડિસેમ્બરના રોજ બંધ થઈ જાય છે. તેના પછી અઠવાડિયાની રજા હોય છે. પોલીસને ચોરીની ખબર જ 29મી ડિસેમ્બરના રોજ સવારે પડી. લૂંટારુઓ ત્રણ કરોડ યુરોની રોકડ અને મૂલ્યવાન સામગ્રીની ચોરી કરી હતી. પોલીસે મંગળવારે આ ચોરી અંગે જણાવ્યું હતું કે ગુનેગારો ગેલ્સેકિચેનમાં સ્પાફોર્સ બેન્કની શાખામાં કોંક્રીટની મોટી દીવાલમાં ડ્રિલ કરીને અંદર ઘૂસ્યા હતા. તેમણે હજારો સુરક્ષિત ડિપોઝિટ બોક્સમાંથી રકમ ચોરી હતી.
ગેરેજમાંથી બેન્કની અંડરગ્રાઉન્ડ તિજોરી સુધી સુરંગ જેવું ડ્રિલ કર્યું
ચોરોએ ત્રણ હજારથી પણ વધારે તિજોરીઓ તોડવામાં સફળતા મેળવી હતી. પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદોએ પાસેના પાર્કિંગ ગેરેજમાંથી ડ્રિલ કર્યુ હતુ અને અંડરગ્રાઉન્ડ તિજોરીવાળા રૂમમાં પ્રવેશ કર્યો અને માનવામાં આવે છે કે ચોરોએ બેન્કમાં જ અઠવાડિયા જેટલો સમય વીતાવ્યો હતો. અહીં તેમણે એકદમ શાંતિથી એક પછી એક હજારો તિજોરીઓ તોડી.
આ પણ વાંચો: પુતિનના ઘર પર હુમલા મામલે ટ્વિસ્ટ, અમેરિકાને યુક્રેનના ડ્રોન હુમલાના કોઈ પુરાવા ન મળ્યાં
મોટી બેગ સાથે જોવા મળ્યા શંકાસ્પદો
નજરે જોનારાઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે સોમવારે સવારે પાર્કિંગ ગેરેજની સીડીઓમાંથી ઘણા લોકોને મોટી-મોટી બેગ લઈ જતાં જોયા હતા. સુરક્ષા કેમેરાની ફૂટેજમાં પણ એક બ્લેક ઓડી ગેરેજમાંથી નીકળતી જોવા મળી હતી. તેમા નકાબ પહેરેલા લોકો સવાર હતા. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે કારની નંબર પ્લેટ હનોવેર શહેરમાંથી ચોરાઈ હતી.
સોમવારે સવારે બેન્ક પહોંચેલા ગ્રાહકો ખાલી તિજોરીઓ જોઈ ચોંકી ઉઠ્યા
પોલીસે જણાવ્યું હતું કે ચોરોએ આ ઓપરેશનને એકદમ પ્રોફેશનલ રીતે અંજામ આપ્યો હતો. તેમણે તેની તુલના ઓસન્સ 11ની ચોરી સાથે કરી હતી. આ ગુનો વ્યાપક પાયા પર આયોજન કરીને એકદમ કાબેલ નિષ્ણાતો દ્વારા આચરવામાં આવ્યો હતો. સોમવારે બેન્ક ખુલી ત્યારે ખાતા ખાલી જોતાં ખાતાધોરકોએ દેકારો મચાવ્યો હતો.


