Get The App

બાલી ટાપુના સરસ્વતી મંદિરમાં જર્મન યુવતીએ કપડા કાઢી નાંખી હંગામો મચાવ્યો

Updated: May 27th, 2023

GS TEAM

Google News
Google News
બાલી ટાપુના સરસ્વતી મંદિરમાં જર્મન યુવતીએ કપડા કાઢી નાંખી હંગામો મચાવ્યો 1 - image

                                                                         image : Twitter

નવી દિલ્હી,તા.27 મે 2023,શનિવાર

ઈન્ડોનેશિયાના લોકપ્રિય ટુરિસ્ટ પ્લેસ બાલી ટાપુ પરના મંદિરમાં એક જર્મન ટુરિસ્ટે કપડા કાઢી નાખીને અજીબો ગરીબ હરકતો કરવા માંડતા હોબાળો મચી ગયો હતો.

ચીનના અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ અનુસાર જર્મનની ટુરિસ્ટ દારજા તુશિંસ્કી બાલીના એક મંદિરમાં પહોંચી હતી અને ત્યાં અચાનક જ તે કપડા કાઢીને અજીબો ગરીબ હરકત કરવા માંડતા અફરા તફરી મચી ગઈ હતી. બાદમાં તેને મેંટલ હેલ્થ સેન્ટરમાં સારવાર માટે મોકલવમાં આવી હતી. જ્યાં પણ તેણે કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી.

આ ટુરિસ્ટે હોટલોમાં પેમેન્ટ પણ નહીં કર્યુ હોવાનો આરોપ પોલીસે લગાવ્યો હતો. પોલીસે તેને પવિત્ર સ્થળના અપમાન બદલ ધરપકડ કરી છે.

પોલીસનુ કહેવુ છે કે, બાલી ટાપુઓ પર હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવી ઘટનાઓ વધી રહી છે અને તેના કારણે દેશમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હોય તેવા ટુરિસ્ટોની સંખ્યા પણ વધી રહી છે.

દરમિયાન જર્મન ટુરિસ્ટનો એક વિડિયો પણ બહાર આવ્યો છે. જેમાં તેને માતા સરસ્વતીના હિન્દુ મંદિરમાં નગ્ન હાલતમાં જોઈ શકાય છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવા માંગતી ટુરિસ્ટને એક સુરક્ષા ગાર્ડે રોકી લીધી હતી. એ પછી તેણે હંગામો મચાવ્યો હતો. યુવતીની પોલીસે ધરપકડ કર્યા બાદ મંદિરનુ શુધ્ધિકરણ પણ કરવામાં આવ્યુ હતુ.

પોલીસનુ કહેવુ છે કે, બીજા સ્થળોએ પણ આ યુવતી કપડા વગર ફરતી જોવા મળી હતી.

Tags :