Get The App

મેક્ષિકોમાં મેયરની હત્યા પછી ડ્રગ-કાર્ટેલના 'દબદબા' સામે Gen-Z નાં વ્યાપક તોફાનો

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
મેક્ષિકોમાં મેયરની હત્યા પછી ડ્રગ-કાર્ટેલના 'દબદબા' સામે Gen-Z નાં વ્યાપક તોફાનો 1 - image

નેપાળ પછી મેક્ષિકોમાં પણ યુવાનો રણે ચઢ્યા છે

મેક્ષિકો સીટી ઉપરાંત બીજા શહેરોમાં પણ દેખાવકારો પથ્થરો, લાઠીઓ અને ફટાકડાથી સજ્જ : તેઓ પ્રમુખનું રાજીનામું માગે છે

મેક્ષિકો સીટી: નેપાળ પછી જન-ઝેડનો વિરોધ હવે મેક્ષિકોમાં પણ વિસ્તર્યો છે. અહીં હજારો યુવાનો શનિવારે માર્ગો ઉપર આવી ચઢ્યા હતા અને દેશમાં વ્યાપી રહેલા ક્રામઇ, કરપ્શન, અને કત્લની સામે ઉતરી પડયા હતા. સાથે પ્રમુખ કલોડીયા શીનબૌસનું રાજીનામું માગી રહ્યા હતા.

વાસ્તવમાં આ જન-ઝેડ આંદોલન મેયર કાર્લોસ મેન્ઝોની હત્યા પછી ફાટી નીકળ્યું હતું. મેન્ઝોએ ડ્રગ-કાર્ટેલને ખતમ કરવા ઉઠાવેલી ઝુંબેશને પરિણામે તેઓની હત્યા કરવામાં આવી હતી તે હત્યા સરકાર સામેનાં ફલેશ પોઇન્ટ સમાન બની રહી. આ હત્યાના વિરોધમાં યુવાનોએ પહેલાં તો શાંતિમય 'નગરયાત્રા' (મેક્ષિકો સીટીમાં) યોજી હતી. પરંતુ તેના છેડાના ભાગમાં રહેલા પ્રમાણમાં નાની વયના કિશોરોએ પથ્થરબાજી શરૂ કરી દીધી હતી. આગળ રહેલા યુવાનોને તેની શંકા પણ હતી, અને પોલીસ તે સામે લાઠીચાર્જ, ટીયરગેસ વગેરે વાપરશે જ તેની ખાતરી પણ હતી, તેથી પોલીસનો બરોબર સામનો કરવા તેઓ લાઠીઓ, અને ફટાકડાઓથી સજ્જ હતા. બીજી તરફ કિશોરોએ કરેલા પથ્થરમારામાં પણ સામેલ થઈ ગયા હતા. પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જ શરૂ કરતાં તેનો બરોબર સામનો કરાતાં ૧૦૦ પોલીસને ઈજાઓ થઈ હતી, જેમાં અધિકારીઓ પણ સમાવિષ્ટ હતા. દેખાવકારોમાં ૨૦ને ઈજાઓ થઈ હતી.

આ દેખાવકારો પોલીસે ઊભી કરેલી બેરિકેડઝ તોડી પ્રમુખ કલોડીયાનાં પ્રેસિડેન્શ્યલ પેલેસ તરફ ધસી જતાં પોલીસ અને રમખાણકારો વચ્ચે સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હતો. તેના વિડીયો પણ વાયરલ થયા છે.

પોલીસે આ પછી અનેકની ધરપકડ કરી તેમની અટકાયત પણ કરી હતી.

જનરેશન-ઝેડ-જન-ઝેડ ૧૯૯૦થી ૨૦૧૦ના દાયકામાં આવિર્ભાવ પામી છે. આ એક વૈશ્વિક ઘટના છે. જેમાં ૧૯૯૦ના દાયકાથી શરૂ કરી ૨૦૧૦ના દાયકા વચ્ચે જન્મેલા તરૂણો અને યુવાનો છે. તેઓ અસમાનતા, અન્યાય અને 'અંધ-સત્તા' સામે રણે ચઢે છે. તેમાંયે હવે તો સોશ્યલ મીડીયા દ્વારા તેને પુષ્ટિ મળે છે.

મેક્ષિકોના આ આંદોલનને પૂર્વ પ્રમુખ વિન્સેન્ટ ફોક્સ તથા અબજોપતિ રીકાર્ડો સેલિનાસ પ્લીગોએ જાહેરમાં સમર્થન આપ્યું છે.

આ દેખાવકારો ડ્રગ-કાર્ટેલ્સને ચાંચીયા બરાબર ગણે છે, અને તેથી ચાંચીયાઓનો ખોપરી અને હાડકાંની ચોકડીવાળો કાળો ધ્વજ પણ તેઓ ફરકાવી રહ્યા હતા અને તે રીતે ડ્રગ-કાર્ટેલ્સને ચાંચીયા સમાન દર્શાવી રહ્યા હતા.

આ રમખાણો હવે મેક્ષિકોનાં અન્ય શહેરોમાં પણ પ્રસરી રહ્યાં છે. તેઓ ડ્રગ-માફીયાને ખતમ કરવામાં પ્રમુખ સુશ્રી કલોડીયા શીનબૌસનું રાજીનામું માગી રહ્યા છે.