Get The App

ગાઝાની વસ્તી અન્ય દેશમાં ખસેડવા મામલે ફ્રાન્સ-સ્પેન ભડક્યું, ટ્રમ્પના પ્રસ્તાવનો કર્યો વિરોધ

Updated: Jan 28th, 2025

GS TEAM

Google News
Google News
ગાઝાની વસ્તી અન્ય દેશમાં ખસેડવા મામલે ફ્રાન્સ-સ્પેન ભડક્યું, ટ્રમ્પના પ્રસ્તાવનો કર્યો વિરોધ 1 - image

Gaza Population Displacement Controversy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના લોકોને ઈજિપ્ત અને જોર્ડનમાં શિફ્ટ કરવાની સલાહ આપ્યા બાદ ભારે ઘમસાણ શરૂ થઈ ગયું છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે ટ્રમ્પની સલાહનો વિરોધ કરી ભાર પૂર્વક કહ્યું કે, ‘ગાઝાના લોકોને કોઈપણ રીતે બળજબરીથી ખસેડવાની વાત સ્વિકારવામાં નહીં આવે.’ સ્પેને પણ ટ્રમ્પની યોજનાની ટીકા કરી છે.

ગાઝાના લોકો ગાઝામાં જ રહેવા જોઈએ : સ્પેન

સ્પેનના વિદેશ મંત્રી જોસ મૈનુઅલ આલ્બાર્સે બ્રસેલ્સને સ્પષ્ટ કહ્યું કે, ‘ગાઝાના લોકો ગાઝામાં જ રહેવા જોઈએ. ગાઝા પેલેસ્ટાઈન રાજ્યનો હિસ્સો છે અને ત્યાં એક જ સરકાર દ્વારા શાસન થવું જોઈએ. રાષ્ટ્રીય સરકારે ગાઝા અને વેસ્ટ બેંકનું નિયંત્રણ હાથમાં લઈ લેવું જોઈએ.’

1948થી અત્યાર સુધી 60 લાખ લોકોનું પલાયન, હવે ફરી ગાઝાના લોકોને અરબ દેશોમાં ટ્રાન્સફર કરવા માંગે છે ટ્રમ્પ

ઈન્ડોનેશિયાએ પણ કર્યો વિરોધ

રિપોર્ટ મુજબ ઈન્ડોનેશિયા પણ ગાઝાની 20 લાખની વસ્તીને અન્ય દેશોમાં ખસેડવાના પ્રસ્તાવમાં સંભવિત સામેલ હતું, જોકે ઈન્ડોનેશિયાના વિદેશ મંત્રાલયે આ પ્રસ્તાવનો સ્પષ્ટરીતે નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે, અમને આવા પ્રસ્તાવ અંગે કોઈપણ માહિતી કે યોજનાની જાણકારી નથી. ઈન્ડોનેશિયાએ પણ ભારપૂર્વક કહ્યું કે, ગાઝાના નાગરિકોને અન્ય દેશમાં ખસેડવાની કે ત્યાંથી તેમને હટાવવાના કોઈપણ પ્રયાસો અસ્વિકાર્ય છે. જો ગાઝાના લોકોને હટાવવાનો પ્રયાસ કરાશે તો ત્યાં ગેરકાયદે ઈઝરાયેલી કબજે કરાયેલી જગ્યા સ્થાયી બની જશે.

ટ્રમ્પે શું કહ્યું હતું ?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ગાઝાથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓને જોર્ડન, ઈજિપ્ત અને અન્ય અરબ દેશોમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે પેલેસ્ટિનિયનો શાંતિથી રહી શકે તે માટે અન્યત્ર આવાસો બનાવવાનું સૂચન આપ્યું છે. ટ્રમ્પ ઈચ્છે છે કે યુદ્ધગ્રસ્ત વિસ્તારને સાફ કરવામાં આવે અને વસ્તીને ખાલી કરી દેવામાં આવે. ગાઝા 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ ઈઝરાયલી હુમલાઓથી તબાહ થઈ ગયું છે. આ વચ્ચે ટ્રમ્પનો પ્રસ્તાવ ન માત્ર ગાઝાના 2.3 મિલિયન પેલેસ્ટિનિયનોને પોતાના ઘરમાંથી બહાર કાઢવાની શક્યતાને વધારે છે પરંતુ તે અરબ દેશોને પણ ચિંતામાં મૂકે છે.

ટ્રમ્પે નામ લઈને ભારત-ચીનને આપી ધમકી! કહ્યું- 'જે અમને નુકસાન પહોંચાડશે, તેના પર ટેરિફ લગાવીશું'