World

'ગાઝા સળગી રહ્યું છે' : આખી રાત એર-સ્ટ્રાઈક કરાયા પછી ઈઝરાયલ સંરક્ષણ મંત્રીએ જણાવ્યું

By GS TEAM
16 Sep 20252 mins read
'ગાઝા સળગી રહ્યું છે' : આખી રાત એર-સ્ટ્રાઈક કરાયા પછી ઈઝરાયલ સંરક્ષણ મંત્રીએ જણાવ્યું

- પેલેસ્ટાઈનીયનોને ગાઝા પટ્ટીમાંથી 'સાફ' કરી નાખવાનો હેતુ

- ઈઝરાયલ ગાઝા શહેર અને ગાઝા પટ્ટી પર ફરી હુમલા કરવાની તૈયારીમાં : અમેરિકન વિદેશ મંત્રીના બે-મોઢાંના વિધાનો

જેરૂસલેમ : 'ગાઝા સળગી રહ્યું છે' : ઈઝરાયલે રાતભર કરેલી એર સ્ટ્રાઈક પછી ઈઝરાયલી સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝેએ આજે (મંગળવારે) સવારે પત્રકારોને આ માહિતી આપી હતી.

બીજી તરફ ઈઝરાયલના પાટનગર તેલ-અવીવથી કતાર મંત્રણામાં ભાગ લેવા જતા, અમેરિકન વિદેશ મંત્રીએ પત્રકારોને આ માહિતી આપી હતી.

બીજી તરફ ઈઝરાયલનાં પાટનગર તેલ-અવીવથી કતાર મંત્રાણામાં ભાગ લેવા જતાં, અમેરિકન વિદેશ મંત્રીએ પત્રકારોને કહ્યું હતું કે, ખરૂ આક્રમણ તો હજી હવે થવાનું છે. : અમેરિકા એક તરફ શાંતિ- મંત્રણાની વાત કરે છે, તો બીજી તરફ ઈઝરાયલ આક્રમણને આડકતરી રીતે પુષ્ટિ પણ આપે છે. ફરી એકવાર કહું છું કે : આ એક શરૂઆત છે. (ખરુ યુદ્ધ હવે થશે).

આમ આત્ઝે બેધારી વિદેશ નીતિ અપનાવી બે-ધારી-તલવાર યોગ્ય જ કહે છે.

દોહામાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ બંધ કરવા યોજાનારી શાંતિ મંત્રણામાં ભાગ લેવા જતા પૂર્વે માર્કો રૂબિયોએ તેમ પણ કહ્યું હતું કે, હવે આપણી પાસે (શાંતિ માટે) ઘણો ઓછો સમય રહ્યો છે. તે માત્ર મહિનાઓ કે સપ્તાહો જેટલો નથી, માત્ર થોડા દિવસો પૂરતો જ રહ્યો છે.

આ યુદ્ધમાં ૫૮ થી ૬૦ હજાર પેલેસ્ટાઈનીઓ (આરબો) માર્યા ગયા છે. ગાઝા પટ્ટી પરથી પેલેસ્ટાઈનીયોને (આરબોને) જ ઉખેડી નાખવાની ઈઝરાયલની યોજના સ્પષ્ટ દેખાઈ આવી છે. જયાં વ્યાપક ભૂખમરો છે. ભૂખમરાને લીધે જ કેટલાય બાળકો પણ મૃત્યુ પામ્યા છે. ખાદ્ય પદાર્થોની વહેંચણી થાય છે તે લેવા રીતસર મારામારી થાય છે.